જામનગર : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૯ ઓગસ્ટથી “મારી માટી, મારો દેશ” અભિયાનનો પ્રારંભ થશે
ચીફ સેક્રેટરી શ્રી રાજકુમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતેથી અધિકારીશ્રીઓ જોડાયા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લામાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ તા.૯ઓગસ્ટથી તા.૧૫ ઓગસ્ટ દરમિયાન દેશ માટે બલિદાન આપનાર શહીદો અને દેશની ધરતીને નમન કરવા માટેના કાર્યક્રમો યોજવામાં આવશે
જામનગર તા.૨૪ જુલાઈ, સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આગામી તા.૯ ઓગસ્ટથી મારી માટી,મારો દેશ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં કયા પ્રકારે આયોજન હાથ ધરી કાર્યક્રમો કરવા તે અંગે ચીફ સેક્રેટરી શ્રી રાજકુમારના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિડીયો કોન્ફરન્સમાં જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતેથી પણ વિવિધ વિભાગના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ જોડાયા હતા.
મારી માટી, મારો દેશ, માટીને નમન વિરોને વંદન અભિયાન હેઠળ સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો તા.૯ ઓગસ્ટથી હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત જામનગર જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને શહેરી વિસ્તારમાં પણ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવશે. વિવિધ સ્થળો પર દેશ માટે બલિદાન આપનાર વિરોને નમન કરી તેમના પરિવારોનું સમ્માન તેમજ ધરતી માતાનું ઋણ અદા કરવાના ભાગરૂપે માટીને નમન કરી શપથ ગ્રહણના કાર્યક્રમો કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ કાર્યક્રમોનું કયા પ્રકારે આયોજન કરવું અને જે તે વિભાગે કઈ પ્રવૃતિઓ કરવી તે અંગે ચીફ સેક્રેટરી શ્રી દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા.
આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેકટરશ્રી બી.એન.ખેર તેમજ વિવિધ વિભાગના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.