જામનગર : જામનગર શહેરમાં મહોરમના પવિત્ર તહેવારને અનુલક્ષીને સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ.
જામનગર શહેરમાં ખાતે હાલમાં મુસ્લિમોના પાવન પર્વ મોહરમની રંગે ચંગે મુસ્લિમ બિરાદારો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જેમાં આગામી તારીખ ૨૯ મી જુલાઈ શનિવારના રોજ મોહરમનું ભવ્ય જુલુસ જામનગર શહેર ખાતે યોજાનાર હોઈ ત્યાર જામનગર શહેર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ની અધ્યક્ષતામાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા મહોરમના પર્વને અનુલક્ષીને મોહરમનું ભવ્ય ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં કાયદો વ્યવસ્થા તેમજ સુરક્ષા સલામતીની જાળવણી સાથે સંપૂર્ણ કોમી ભાઇચારાની ભાવના વચ્ચે યોજાય તેને લઇને ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવી હતી.
જેમાં જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ની નેજા હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા, ડી-સ્ટાફ ના પીએસઆઇ ભગીરથસિંહ વાળા, દરબારગઢ પોલીસ ચોકી ના પીએસઆઇ વસંતભાઇ ગામેતી સહિત સ્ટાફ દ્વારા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન થી ફુટ પેટ્રોલિંગનો આરંભ કરી દરબારગઢ વિસ્તાર, બરધન ચોક વિસ્તાર, પાંચ હાટડી વિસ્તાર, મોટાપીર ચોક વિસ્તાર, ખોજા ગેટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.