Samay Sandesh News
અન્ય

Gujarat Corona Cases Updates 27 Cases Of Corona Reported In Last 24 Hours 

[ad_1]

ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 33 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 4,39,045 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 268 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 263 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,485 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 33 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં રસીકરણરસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 170 લોકોને પ્રથમ અને 10101 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 79542 લોકોને રસીનો પ્રથમ અને 72608 લોકોને રસીનો બીજો ડોઝ આજ અપાયો હતો. 18-45 વર્ષના 233552 લોકોને રસીનો પ્રથમ અને 43072 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે રાજ્યમાં આજે કુલ 4,39,045 લોોકનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ગુજરાતનાં કુલ 3,26,14,461 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે. ક્યાં નોંધાયા સૌથી વધુ કેસવડોદરા કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3,આણંદ 3, સુરત કોર્પોરેશન 3, જામનગર 2, નવસારી 2, અમરેલી 1, બનાસકાંઠા 1, ભરુચ 1, ભાવનગર 1, દાહોદ 1, ગીર સોમનાથ 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, વડોદરા 1, વલસાડ 1,  કેસ નોંધાયો હતો. અહીં ન નોંધાયો એક પણ કેસઅમદાવાદ,   અરવલ્લી, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ,  મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત,   સુરેન્દ્રનગર અને તાપીમાં  કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.

[ad_2]

Source link

Related posts

NV DOT plans road work near site of future Las Vegas Raiders stadium

cradmin

Health Ministry Has Taken A Decision For Providing 27% Reservation For OBC In Medical And Dental

cradmin

બજાર ભાવ: એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.280ની નરમાઈઃ મેન્થા તેલના ભાવમાં સુધારો સોના-ચાંદીમાં મિશ્ર વલણઃ ક્રૂડ તેલ રૂ.147 ડાઊન

cradmin

Leave a Comment

error: Content is protected !!