Samay Sandesh News
indiaગુજરાતજામનગરટેકનોલોજીટોપ ન્યૂઝ

એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજમાં ‘મેડીકલ કોન્ફરન્સ Fontanalle-2023’ નું આયોજન કરવામાં આવ્યું

પ્રતિયોગિતામાં વિજેતા વિદ્યાર્થીઓને રૂ.૯૫,૦૦૦ સુધીની કિંમતના ઈનામો આપવામાં આવ્યા.જામનગર તા.07 ઓગસ્ટ, જામનગરમાંં આવેલી સુપ્રસિદ્ધ એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજમાં ત્રિ-દિવસીય ‘મેડીકલ કોન્ફરન્સ Fontanalle-2023’ નું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના ડીન શ્રી ડો. નંદિની દેસાઈના માર્ગદર્શન હેઠળ કોલેજમાં અભ્યાસ કરતાં એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા ઉક્ત કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું .

ત તા.03 ઓગસ્ટના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં, તમામ મેડીકલ વિષયોની ક્વિઝ પ્રતિયોગિતા “Tachybrainia” અને તા.04 ઓગસ્ટના રોજ મેડીકલ રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન પ્રતિયોગિતા, મેડિકલ પિક્ષનરી પ્રતિયગિતા “White Magicians” તેમજ પ્રથમ અને દ્વિતીય વર્ષના મેડિકલ વિષયોની ક્વિઝ પ્રતિયોગિતા “IntellectRx” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગત તા.05 ઓગસ્ટના રોજ P.S.M. વિભાગના M.D.R.U. યુનિટ દ્વારા 55 જેટલા વિદ્યાર્થીઓ માટે રિસર્ચ મેથડોલોજી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિવિઘ પ્રતિયોગિતામાં કોલેજમાં અભ્યાસ કરતા મેડિકલ અંડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રતિયોગિતામાં વિજેતા વિદ્યાર્થીઓને રૂ.૯૫,૦૦૦ સુધીની કિંમતના ઈનામો અર્પણ કરાયા હતા. સમગ્ર કાર્યક્રમના સંચાલન બદલ મેડીકલ કૉલેજના વિવિઘ ડીપાર્ટમેન્ટસના પ્રોફેસરશ્રીઓ અને ઇન્ટર્ન ડોક્ટર વિદ્યાર્થીઓએ જરૂરી સહયોગ આપ્યો હતો. તેમ, એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Cyber Crime : ઓનલાઈન વીજળી બિલ ભરતા લોકો માટે SBI એ એલર્ટ જાહેર કર્યું

samaysandeshnews

ગણેશ મહોત્સવ માટે સરકારની મંજૂરી, ગણેશ મૂર્તિના ભાવમાં 25 ટકાનો વધારો કરાયો

cradmin

Jamnagar: સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર યોજાઈ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!