Samay Sandesh News
લાઈફ કેર

India Slams Pakistan For Holding Polls In Pok  | PoK માં ચૂંટણી પર ભારતે વ્યક્ત કર્યો વિરોધ, કહ્યું

[ad_1]

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ચૂંટણી કરાવવા પર ભારતે આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યુ કે આ ભારતીય ક્ષેત્રો પર પાકિસ્તાનનો કોઈ અધિકાર નથી. તેણે પોતાના ગેરકાયદેસર કબજાવાળા બધા વિસ્તારો ખાલી કરી દેવા જોઈએ. વિદેશ મંત્રાલયે કહ્યુ- ‘‘પાકિસ્તાને ગેરકાયદેસર કબજાવાળા ભારતીય જમીન ક્ષેત્રમાં આ તથાકથિત ચૂંટણી બીજુ કંઈ નહીં પરંતુ પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજાનું સત્ય અને તે ક્ષેત્રમાં તેના દ્વારા કરવામાં આવેલા ફેરફારોને છુપાવવાનો પ્રયાસ છે.  ’’વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ- ‘‘ આ પ્રકારનું કાર્ય ન તો પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર કબજાના સત્યને છુપાવી શકે છે અને ન આ ગેરકાયદેસર કબજાવાળા ક્ષેત્રમાં તેના દ્વારા કરવામાં આવેલા માનવાધિકારોના ગંભીર હનન, શોષણ અને લોકોને સ્વતંત્રતાથી વંચિત કરવાના કૃત્ય પર પડદો પાડી શકે છે. ’’
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ કે, પીઓકેમાં ચૂંટણીને લઈને કહ્યું કે ભારતે આ બનાવટી કવાયત પર પાકિસ્તાની અધિકારીઓ સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની આ કવાયતનો સ્થાનીક લોકોએ પણ વિરોધ કર્યો છે અને તેને નકારી દીધું છે. જણાવી દઈએ કે પીઓકે વિધાનસભામાં કુલ 53 સીટ છે, પરંતુ તેમાંથી 45 સીટો પર સીધી ચૂંટણી કરાવવામાં આવે છે જ્યારે પાંચ સીટો મહિલાઓ માટે અનામત છે અને ત્રણ વિજ્ઞાન નિષ્ણાંતો માટે છે. સીધા ચૂંટાતા 45માંથી 33 સીટો પીઓકેના નિવાસીઓ માટે છે અને 12 સીટો શરણાર્થીઓ માટે છે, જે પાછલા વર્ષોમાં કાશ્મીરથી અહીં આવ્યા હતા અને પાકિસ્તાનના વિવિધ શહેરોમાં વસી ગયા છે. પીઓકેના વિભિન્ન જિલ્લાની 33 સીટો પર કુલ 587 ઉમેદવારોએ  ચૂંટણી લડી જ્યારે પાકિસ્તાનમાં વસેલા જમ્મુ-કાશ્મીરના શરણાર્થીઓની 12 સીટો પર 121 ઉમેદવારો મેદાનમાં હતા. 

[ad_2]

Source link

Related posts

Covid19 Updates: ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા કોરોના દર્દીમાં વધી જાય છે આ ખતરો, રિસર્ચમાં થયો ખુલાસો

cradmin

Explained: જાણો દુનિયાના કયાં દેશોએ ભારતીયોની ટ્રાવેલ પર પ્રતિબંધની સમય મર્યાદા વધારી, શું છે કારણ

cradmin

ફટાફટઃ અમેરિકાના H1B વિઝા માટે ફરી યોજાશે ડ્રો, પહેલી તક ચુકેલા વિદ્યાર્થીઓને થશે ફાયદો

cradmin

Leave a Comment

error: Content is protected !!