Samay Sandesh News
indiaક્રાઇમગુજરાતપાટણ

પાટણ: વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ને આબાદ ઝડપી લેતી એ ડિવિઝન પોલીસ ટીમ

પાટણ: વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ને આબાદ ઝડપી લેતી એ ડિવિઝન પોલીસ ટીમ:

પાટણ એ ડિવિઝન પોલીસે ગતરોજ બાતમી ના આધારે વિદેશી દારૂના જથ્થા સાથે એક્ સખ્સની અટકાયત કરી તેની સામે પ્રોહીબિશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ જિલ્લા પોલીસ વડા ની સૂચના અનુસાર પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને અટકાવવા પોલીસ તંત્ર દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવ્યાં છે ત્યારે ગતરોજ પાટણ એ ડિવિઝન પીઆઈ આર.

એમ.પરમાર સહિત પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન શહેર ના ખોખરવાડા ના નાકે આવતા અ.પો.કોન્સ.મૌલીકકુમાર કિર્તિકુમાર તથા અ.પો.કોન્સ.અતુલકુમાર બળદેવભાઇ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે નાની

About news: ગુજરાત સરકારે છેલ્લા 9 વર્ષમાં કુદરતી આફતથી અસરગ્રસ્ત ખેડૂતોને રૂ.10,000 કરોડથી વધુ રકમની સહાય ચૂકવી

સરા, પ્રજાપતિની શેરીમાં રહેતો એક શખ્સ પોતાના રહેણાક મકાનમા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે.જે ચોક્કસ બાતમી હકીકત આધારે પંચોના માણસો સાથે ઉપરોક્ત ઇસમના રહેણાંક મકાને રેઇડ કરતા પ્રજાપતિ આકાશ ઉર્ફે બંટી પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની બોટલ/ટીન નંગ-116 કુલ કિ.રૂ.64,370 ના મુદ્દામાલ સાથે આબાદ ઝડપાયો હતો.જેને પોલીસ સ્ટેશનમાં લાવી પુછપરછ કરતા તેને આ ધંધામાં સંકળાયેલા પોતાના ભાગીદાર પ્રજાપતિ જયકુમાર કનુભાઇ રહે પાટણ અને વિદેશી દારૂ પુરો પાડનાર ઠાકોર વિક્રમજી ઉર્ફે ટીનાજી બચુજી રહે અધાર વાળા નું નામ જાહેર કરતા એ ડિવિઝન પોલીસે પ્રોહિબિશન નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત સરકારે છેલ્લા 9 વર્ષમાં કુદરતી આફતથી અસરગ્રસ્ત ખેડૂતોને રૂ.10,000 કરોડથી વધુ રકમની સહાય ચૂકવી

Related posts

જામનગર : કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અઘ્યક્ષ સ્થાને શિક્ષક સન્માન સમારોહ યોજાયો

cradmin

Ministry: કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલથી બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

cradmin

જામનગર: જામનગર જિલ્લા કક્ષાનો આયુષ્માન ભવ: કાર્યક્રમનો શુભારંભ

cradmin

Leave a Comment

error: Content is protected !!