સ્પોર્ટ્સ: જામનગરમાં 67મી અખિલ ભારતીય શાળાકીય અંડર 14 અંતર્ગત ગ્રામ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઇ: જામનગર મ્યુનિસિપલ રમત ગમત સંકુલ ખાતે યોજાયેલ સ્પર્ધામાં 31 ભાઈઓ-બહેનોએ ભાગ લીધો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર તથા જામનગર જીલ્લા રમત વિકાસ અધિકારી કચેરી દ્વારા શહેરના મ્યુનિસિપલ રમત ગમત સંકૂલ ખાતે ૬૭મી અખીલ ભારતીય શાળાકીય અંડર ૧૪ ભાઈઓ – બહેનોની જામનગર ગ્રામ્યની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 ભાઈઓ અને 11 બહેનોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં ભાઈઓમાંથી પ્રથમ ક્રમાંકે પબ્લિક સ્કૂલ સિક્કાના હર્ષદકુમાર સાહુ, દ્વિતીય ક્રમે પ્રિયંકરાજસિંહ જાડેજા, તૃતીય ક્રમે પબ્લિક સ્કૂલ સિક્કાના સાહિલ આરોન, ચોથા ક્રમે સૌર્ય વૈશાન અને પાંચમા ક્રમે સાઈ સમન્યુ વિજેતા થયા હતા. બહેનોમાંથી અનુક્રમે 1 થી 5 ક્રમાંકે ધનશ્રી ડોંગા પબ્લિક સ્કૂલ સિક્કા, દેવલ મહેતા ડી.પી.એસ. સ્કૂલ, પબ્લિક સ્કૂલ સિક્કાની સારા, વિધી ભેંડારકર અને હિતાન્શી મોદી વિજેતા થયા હતા.
સ્પર્ધામાં મુખ્ય નિર્ણાયક તરીકે ગુજરાત સરકારના જામનગર ખાતે નિયુક્ત કરેલ રાષ્ટ્રીય કક્ષાના બેડમિન્ટન કોચશ્રી અમિત પંડ્યા, જામનગર ગ્રામ્યની અલગ અલગ શાળાઓમાં ફરજ બજાવતા વ્યાયામશિક્ષકો તથા રેફરી તરીકે મૈત્રી દવે, એ.ગાંધી, શબીર શામ, વિશાલ શાહ, જયદીપ અને ઈદરીશ વોરા રહ્યા હતા.