Samay Sandesh News
General Newsindiaગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર: જામનગર જિલ્લા હોમગાર્ડસના ઈતિહાસમાં પ્રથમ વખત સ્ટાફ ઓફિસર તરીકે મહિલાની નિમણૂક

જામનગર: જામનગર જિલ્લા હોમગાર્ડસના ઈતિહાસમાં પ્રથમ વખત સ્ટાફ ઓફિસર તરીકે મહિલાની નિમણૂક: હોમગાર્ડસ દળમાં સ્ટાફ ઓફિસર(મહિલા)ની વર્ષોથી ખાલી જગ્યાના પદ પર શ્રીમતી પ્રેક્ષાબેન હિરેનકુમાર ભટ્ટની નિમણૂક.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

જામનગર તા.8 સપ્ટેમ્બર, જામનગર જિલ્લા હોમગાર્ડસના ઈતિહાસમાં પ્રથમ વખત હોમગાર્ડસ દળમાં સ્ટાફ ઓફિસર
(મહિલા)ની વર્ષોથી ખાલી જગ્યાના પદ ઉપર મહિલા ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે. ગત તા. ૩/૯/૨૦૨૩ ના રોજ
જામનગરની વિદ્યાસાગર કોલેજના આર્ટસ વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને જામનગર જિલ્લામાં મહિલા સેલ્ફ
ડીફેન્સ કોચ તરીકે વર્ષોથી કાર્ય કરતા, શ્રીમતી પ્રેક્ષાબેન હિરેનકુમાર ભટ્ટની નિમણુંક સ્ટાફ ઓફિસર (મહિલા) તરીકે કરવામાં આવી છે.
શ્રીમતી પ્રેક્ષાબેન પોતે કરાટે, કુમ્યું તેમજ ટેકવોન્ડોમાં બ્લેક બેલ્ટ ધરાવે છે. ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શ્રીમતી પ્રેક્ષા બેન (એજ્યુકેશન) વિષયમાં M.Ed. કર્યુ છે.
સાથે સાથે છેલ્લા ૧૦ વર્ષથી વધારે શૈક્ષણિક વિભાગમાં માધ્યમિક તેમજ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે કાર્ય કરેલ છે. તેઓ
શૈક્ષણિક કાર્ય સાથે સામાજિક જવાબદારી પણ બખૂબી નિભાવે છે.
“ફ્રેન્ડ્સ ફોર વુમન એન્ડ ચિલ્ડ્રન” સભ્ય તરીકે સ્ત્રીઓ અને બાળકોની કાયદાકીય મદદ માટે હંમેશા તૈયાર રહે છે.
ભૂતકાળમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત તેમજ સુરક્ષા સેતુ સોસાઈટી દ્વારા જામનગર જીલ્લાની સરકારી શાળા કોલેજોની
અંદાજે ૫૦,૦૦૦ થી વધારે દીકરીઓને સેલ્ફ ડીફેન્સ એટલે કે સ્વરક્ષણની તાલીમ આપેલી છે. નબળી અને પીડિત સ્ત્રીઓને
સહકાર અને રક્ષણ અપાવવાનું કાર્ય કરવું તેમની પ્રાથમિકતા રહી છે.
જામનગર જિલ્લા હોમગાર્ડસના જિલ્લા કમાન્ડન્ટ શ્રી સુરેશ ભીંડીના પ્રયાસથી તેમજ ગુજરાત રાજ્યના કમાન્ડન્ટ જનરલ સુ.શ્રી.
નીરજા ગોટરુ દ્વારા શ્રીમતી પ્રેક્ષાબેનની સીધી કંપની કમાન્ડર રેન્ક સાથે સ્ટાફ ઓફિસર (મહિલા) તરીકે નિમણુંક થવાથી, અને
જામનગર જિલ્લા હોમગાર્ડસમાં પ્રથમ વખત મહિલા ઓફિસર ની નિમણુંક થવાથી આનંદ અને હર્ષની લાગણી વ્યાપેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમતી પ્રેક્ષાબેન ઉચ્ચ સંસ્કારી અને શૈક્ષણિક પરિવારના પુત્રવધુ છે. શ્રીમતી પ્રેક્ષાબેન ઉચ્ચ આદર્શ અને
સમાજમાં ઉત્તમ નામ ધરાવે છે, તેમના સ્વસુર સ્વ. શ્રી અરવિંદભાઈ ભટ્ટ સાહેબ ભૂતકાળમાં અંદાજે ૧૦ વર્ષથી વધુ સમય સુધી
જામનગર જિલ્લામાં હોમગાર્ડસ કમાન્ડન્ટ તરીકે સેવા આપેલ.આ તકે જામનગર જિલ્લા હોમગાર્ડસ કમાન્ડન્ટ શ્રી સુરેશ ભીંડી
તેમજ હોમગાર્ડસ મહિલા દળ દ્વારા પ્રેક્ષાબેનને શુભેછા પાઠવામાં આવી હતી.

Related posts

રાજકોટમાં લાંબા સમય બાદ ITનું મેગા ઓપરેશન

samaysandeshnews

શિક્ષણ: GATE 2024 નોંધણી આવતીકાલથી શરૂ થવાની અપેક્ષા

cradmin

જામનગર : જામનગર જિલ્લામાં નિર્માણ પામેલા પ્રથમ કિસાન મોલ થકી ખેડૂતોને આર્થિક ફાયદો થશે

cradmin

Leave a Comment

error: Content is protected !!