જામનગર: જામનગર જિલ્લા કક્ષાનો આયુષ્માન ભવ: કાર્યક્રમનો શુભારંભ: ભારત સરકારના મિશન અંત્યોદય નાં સંકલ્પને અનુસરીને દરેક ગામમાં તમામ પ્રકારની આરોગ્ય સેવાઓને સંતૃપ્ત કરવાનો લક્ષ્યાંક હાસલ કરવો ખુબજ જરૂરી છે યુનિવર્સલ હેલ્થ કવરેજ નું ભારત નું લક્ષ્ય ત્યારે જ શક્ય બનશે જ્યારે ભારત નું ગામ સ્વસ્થ હશે. ઉપરોક્ત હેતુને સાર્થક કરવા માટે ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૨૩ નાં રોજ સવારે ૧૨.૦૦ કલાકે માન.કેન્દ્રીય મંત્રીશ્રીઓ તથા માન.રાજ્ય મંત્રીશ્રીઓ ની હાજરી મા ભારત દેશના રાષ્ટપતિશ્રી દ્વારા વર્ચ્યુઅલ રીતે આયુષ્યમાન ભવ: કાર્યક્રમ લોન્ચ કરવામા આવશે.
જે અનુસંધાને જીલ્લા કલેકટરશ્રી,મ્યુનીસીપલ કમિશ્નરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ના સીધા માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા કક્ષાનો આયુષ્માન ભવ: કાર્યક્રમનો શુભારંભ ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૨૩ નાં રોજ સવારે ૧૨.૦૦ કલાકે એમ.પી.શાહ મેડીકલ કોલેજના ઓડીટોરીયમ હોલ માં રાખવામાં આવેલ છે.સમગ્ર કાર્યક્રમ જીલ્લા આરોગ્ય તંત્ર,મેડીકલ કોલેજ તથા મ્યુ.કોર્પોરેશન ના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી રહ્યો છે જેમાં જીલ્લાના તમામ પદાધિકારીશ્રી ઓ,અધિકારીશ્રી ઓ, લોક પ્રતિનિધિશ્રી ઓ હાજર રહેશે.
આયુષ્યમાન ભવ: કાર્યક્રમ હેઠળ તમામ લાભાર્થી ઓને આરોગ્ય ની યોજનાઓથી અવગત કરવા તેમજ આરોગ્ય લક્ષી યોજનાઓનો 100% લાભ પહોંચાડવા માટે ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૩ થી આયુષ્માન ભવ: અભિયાન શરૂ કરવાનું થાય છે. આયુષમાન ભવ: મુખ્ય ૩ ઘટકો સાથેનું અભિયાન છે.
૧. આયુષમાન આપકે દ્વાર ૩.૦ –
પી.એમ.જે.વાય યોજના હેઠળ ૧૭ મી સપ્ટેમ્બર ૨૦૨૩ થી ૨ જી ઓક્ટોમ્બર ૨૦૨૩ સુધી જામનગર જીલ્લા ની ૪૧૮- ગ્રામ પંચાયતો ,૩૪-પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો-,૨૧૦-હેલ્થ અને વેલનેશ સેન્ટરો ખાતે પાત્રતા ધરાવતા લાભાર્થીઓ ને આયુષમાન કાર્ડ નુ એનરોલમેન્ટ તથા કાર્ડ નું વિતરણ કરવામાં આવશે.
૨. આયુષમાન મેળા :
૧૭ સપ્ટેમ્બર થી ૨ જી ઓક્ટોમ્બર ૨૦૨૩ સુધી ૨૧૦-હેલ્થ અને વેલનેસ સેન્ટરો માં આરોગ્ય મેળા ઓ નું આયોજન કરવામાં આવશે ,તથા ૯ સામુહિક આરોગ્ય કેન્દ્રો માં તબીબી કેમ્પો (ઈ એન ટી , સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ , સર્જરી ,ઈ એન ટી, આંખ,અને માનસિક રોગ નાં) તબીબી નિષ્ણાંત મેડીકલ કોલેજ દ્વારા ૯ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે નાં કેમ્પોમાં નિષ્ણાંતોની સેવા લેવામાં આવશે .
૩. આયુષમાન સભા :
ર જી ઓકટોબર ૨૦૨૩ નાં રોજ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ સભા યોજવામાં આવશે. નગર પાલિકા વિસ્તારમાં આયુષમાન સભા યોજાશે. આયુષમાન સભામાં પ્રચાર પ્રસાર કરી ગામની સ્વચ્છતા, આયુષ્માન કાર્ડ વિતરણ, આભાકાર્ડ બનાવવા,બિન ચેપી રોગો (ડાયાબિટિશ,બી.પી,કેન્સર જેવા રોગોનુ પ્રાથમિક સ્ક્રિનિંગ), રસીકરણ, એનિમિયા,કુપોષણ, ટી.બી.નાબુદી આભિયાન,તાલુકા કક્ષાએ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે. આ સંદર્ભે જામનગર જીલ્લા ના ૩૩-પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો-,૨૧૦-હેલ્થ અને વેલનેશ સેન્ટરો,તથા ૯ સામુહિક આરોગ્ય કેન્દ્રો,૪ નગરપાલિકા વિસ્તારના અર્બન આરોગ્ય કેન્દ્રોમા આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવશે. ૪૧૮ – ગામોમાં ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા અભિયાન સમિતિ ની સભા આરોગ્ય તથા સ્વચ્છતા સબંધિત અભિયાન સ્વરૂપે કરવામાં આવશે.
આયુષમાન ગ્રામ/વોર્ડ
૧૦૦% આયુષ્માન કાર્ડ નું વિતરણ,૧૦૦% આભા આઈ.ડી.નુ નિર્માણ, ૩૦વર્ષ કે તેથી ઉપરની વય ધરાવતા તમામ લોકોનુ હાઈપર ટેન્શન તથા ડાયાબિટીશ નુ સ્ક્રીનીંગ, જે ગામ અથવા નગરપાલિકા ના વોર્ડ દ્વારા ૧૦૦% કામગીરી કરવામાં આવશે તેને આયુષમાન ગ્રામપંચાયત અથવા આયુષ્માન અર્બન વોર્ડ નો દરજજો એનાયત થશે. આયુષ્માન ભવ: ઝુંબેશ હેઠળ ૧૭ મી સપ્ટેમ્બર ૨૦૨૩ થી ૨ જી ઓક્ટોમ્બર ૨૦૨૩ દરમિયાન સેવા પખવાડીયા દરમિયાન ચાલુ રહશે.ઉપરોક્ત કાર્યક્રમો જામનગર જીલ્લા ના ૩૩-પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો-,૨૧૦-હેલ્થ અને વેલનેશ સેન્ટરો,તથા ૯ સામુહિક આરોગ્ય કેન્દ્રો,૪ નગરપાલિકા વિસ્તારના અર્બન આરોગ્ય કેન્દ્રોમા આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવશે. તદઉપરાંત ૧)સ્વચ્છતા અભિયાન ૨) અંગદાન અંગેની જાગૃતી
૩) રક્તદાન શીબીર યોજવામાં આવશે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે તમામ પદાધીકારીઓ, ગ્રામ પંચાયત ના સદસ્યોશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યોશ્રીઓ, જીલ્લા પંચાયતના સદસ્યોશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદસભ્યશ્રી, જીલ્લા પ્રભારી મંત્રીશ્રી, ઉપરાંત સ્વ સહાય જૂથ,સેવાભાવી એન.જી.ઓ ,સી.એસ.આર.,વગેરે જેવી સંસ્થાઓ સાથે સુમેળ અને સહભાગીદારી સાથે ગ્રામ્ય કક્ષા થી જીલ્લા કક્ષા સુધી ઉપરોક્ત કાર્યક્રમો માં સહભાગી બનવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી
જિલા પંચાયત જામનગર