સુરત: પીએમ મોદીના જન્મદિવસે સુરતની દીકરી તરફથી અનોખી ભેટ, મોદી કાર્યકાળની તમામ યોજનાઓ દર્શાવતા ફ્લેશ કાર્ડ કર્યા તૈયાર: સુરતની 14 વર્ષની ભાવિકા મહેશ્વરી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનોખી ભેટ મળશે. ભાવિકા મહેશ્વરીએ અનોખા ફ્લેશ કાર્ડ બનાવ્યા છે,
જેમાં પીએમ મોદીના 9 વર્ષના કાર્યકાળની ઉપલબ્ધિઓ અને તેમની સિદ્ધિઓ સહિત તમામ યોજનાઓ આવરી લેવામાં આવ્યા છે.પીએમ મોદીના જન્મદિવસે સુરતની દીકરી તરફથી અનોખી ભેટવડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને લઈને સમગ્ર દેશ
દુનિયામાં તેની ઉજવણી થઈ રહી છે ત્યારે તેમાંથી સુરત પણ બાકાત નથી. સુરતની માત્ર 14 વર્ષની દીકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની અનોખી ભેટ આપવા જઈ રહી છે. પીએમ મોદીએ 9 વર્ષના કાર્યકાળ દરમિયાન જે કામ કર્યા છે તેના ફ્લેશ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
કાર્ડ બનાવ્યા છે અને તેમાં પીએમ મોદી કાર્યકાળની યોજનાઓને પણ આવરી લેવામાં આવ્યા છે. ભાવિકાએ 6 મહિનાથી સખત મહેનત કરીને પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસને ધ્યાનમાં રાખી તેને ફ્લેશ કાર્ડ પણ ડિઝાઇન કર્યા છે.’આ ડેટા એકત્ર કરવા માટે
છ મહિના પહેલાથી જ તૈયારી કરી દીધી હતી. દિલ્હી ખાતે જઈ વિવિધ મંત્રીઓ સાથે મુલાકાતો કરી હતી અને તેમની પાસેથી પણ યોજના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિવિધ કામો અંગેની પણ સચોટ માહિતી મેળવી હતી. હાલમાં હું 14 વર્ષની છું એટલે
મતદાતા નથી પરંતુ નવા મતદાતાઓ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ યોજનાઓ અને કામો અંગેની માહિતી પહોંચે તે માટે આ કાર્ડ બનાવવામાં આવ્યા છે.’ફ્લેશ કાર્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષના કાર્યકાળ દરમિયાન લાગુ પડેલી તમામ
યોજનાઓને આલ્ફાબેટ મુજબ દર્શાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે કાર્ડ્સમાં યોજનાથી કેટલા લોકોને લાભ થયો છે તેના આંકડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે આ આંકડાકીય માહિતી લોકો સુધી પહોંચશે જેમાં ખાસ કરીને મહિલાઓ અને
ખેડૂતોને ધ્યાને લઈને જે યોજનાઓ શરૂ કરવામાં આવી હતી તેની સફળતાનાં આંકડા કાર્ડ્સમાં દર્શાવવામાં આવ્યા છે.9 વર્ષના કાર્યકાળની ઉપલબ્ધિઓ અને તેમની સિદ્ધિઓ સહિત તમામ યોજનાઓ આવરી લેવામાં આવ્યાહાલમાં તો આ ફ્લેશ કાર્ડ કુરિયર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મોકલવામાં આવ્યા છે.
આ સાથોસાથ પ્લે કાર્ડ અંગેની માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈમેલ દ્વારા પણ જાણ કરવામાં આવી છે. ફ્લેશ કાર્ડ બે ભાગમાં છે. જેના માધ્યમથી સહેલાઈથી લોકોને તમામ જાણકારી આંકડાકીય માહિતી સાથે મળી રહેશે.’