ક્રાઇમ: સુરતમાં 10 વર્ષીય બાળકીને અશ્લીલ ફોટો બતાવી ગંદા ઇશારા કરનાર વ્યક્તિની ધરપકડ: સુરતમાં 10 વર્ષીય બાળકીને ગંદા ઇશારા કરનાર વ્યક્તિની ઉત્રાણ પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ બાળકીને પોતાના મોબાઇલમાં રહેલા અશ્લીલ ફોટો બતાવી પોતાની સાથે બાઈક પર પાછળ બેસવા જણાવ્યું હતું.
આ જોઈ બાળકી ડરી ગઈ હતી. બાળકીએ પિતાને જાણ કરતાં પરિવારે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી.શહેરના નાના વરાછા વિસ્તારમાં રહેતી ધો. 6ની વિદ્યાર્થીનીને રસ્તામાં રોકી અશ્લીલ ઇશારા કરતાં બાળકીએ પિતાને જાણ કરી હતી.
પરિવારે ફરિયાદ દાખલ કરતાં પોલીસે સીસીટીવી કેમેરાના આધારે બે બાળકના પિતા એવા નરાધમ રત્નકલાકારને ઝડપી પાડયો હતો.બાળકી ટ્યુશન જતી હતી ત્યારે આરોપીએ ગત અઠવાડિયે બાળકીને પોતાના મોબાઇલમાં રહેલા અશ્લીલ ફોટો બતાવી ગંદા ઇશારા કરી પોતાની સાથે પાછળ બેસવા જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
જે બાદ ફરી પાછી આરોપી દ્વારા આજ રીતની હરકત કરતાં બાળકી ડરી ગઈ હતી અને પિતાને જાણ કરતાં પિતાએ તાત્કાલિક ઉત્રાણ પોલીસ મથકે આ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.’ગત રોજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની 10 વર્ષની દીકરી જ્યારે ઘરેથી ટ્યુશન જતી હતી ત્યારે એક વ્યક્તિ તેને બોલાવી હતી અને તેના મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવ્યા હતા.
ત્યારબાદ તેણે છોકરીને પોતાની બાઈક પાછળ બેસી જવા કહ્યું હતું. ત્યારબાદ આ વ્યક્તિ દ્વારા ગંદી હરકતો પણ કરવામાં આવી હતી. જોકે આ વાતથી ડરી ગયેલી દીકરીએ પિતાને જાણ કરતા આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છેવધુમાં જણાવ્યું કે, પોલીસે ઘટનાસ્થળ પર તપાસ કરતાં ત્યાં લગાવવામાં આવેલ સીસીટીવી ચેક કરતા તે વ્યક્તિ બાઈક ઉપર જોવા મળ્યો હતો. બાઈક નંબરના આધારે આરોપી સુધી પહોંચી તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ અરવિંદ વલ્લભ નાકરાણી છે જેઓ 42 વર્ષના છે અને તે હીરામાં નોકરી કરે છે. હાલ તો આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.