Latest News
ગુરુ નાનક દેવજીની ૫૫૬મી જન્મજયંતિએ જામનગર ગુરુદ્વારામાં ભવ્ય ઉજવણી — ધર્મ, સેવા અને ભાઈચારા ના પવિત્ર સંદેશ સાથે ગુરુની વાણી ગુંજતી રહી બંગાળની ખાડીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સુધી : હવામાન વિભાગની ચેતવણીથી દેશભરમાં ડરનો માહોલ — ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વીજળી અને ઠંડીનો મારો પડવાની શક્યતા ધોરાજીમાં સસ્તા અનાજ વેપારીઓનો અસહકાર આંદોલન તેજઃ પડતર માંગણીઓ પર રાજ્ય સરકારે ધ્યાન ન આપતાં મામલતદારને આવેદનપત્ર અપાયું, નવેમ્બરથી વિતરણ બંધ કરવાનો નિર્ણય અમદાવાદ જિલ્લામાં મતદારયાદી સુધારણાની મહાઝૂંબેશનો પ્રારંભ — લોકશાહી મજબૂત બનાવવા ૫૫૨૪ BLOએ હાથ ધરી ફોર્મ વિતરણની વિશાળ કામગીરી કમોસમી વરસાદે જેતપુરના ખેડૂત મહેશભાઈ સાવલિયાનો ડુંગળીનો પાક નાશ પામ્યો — આઠ વિઘાના ખેતરમાં આખું વર્ષનું પરિશ્રમ પાણીમાં, સહાયની માંગ સાથે ખેડૂતના હૃદયમાંથી નીકળ્યો દુઃખનો ઉછાસ ધ્રોલ ટોલનાકા નજીક જામનગર એલ.સી.બી.ની ધમાકેદાર કાર્યવાહી — વિદેશી દારૂની ૩૮૪ બોટલ, ફોરવ્હીલર અને મોબાઇલ સાથે બે શખ્સો ઝડપાયા, કુલ રૂ.૬.૯૭ લાખનો મુદામાલ જપ્ત

સુરત: હીરા ગીરા રે સુરત કે બાઝાર મેં… ડાયમંડ શોધવા લોકોની પડાપડી

સુરત: હીરા ગીરા રે સુરત કે બાઝાર મેં… ડાયમંડ શોધવા લોકોની પડાપડી: સુરત શહેરના મીની બજારથી લઇ ખોડીયાર નગર સુધી રસ્તા ઉપર ડાયમંડ શોધવા માટે પડાપડી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે અનુસાર રસ્તા પર હીરાનું પડીકું પડી ગયાની વાત ફેલાતા લોકોએ રસ્તા ઉપર ડાયમંડ શોધવાનું શરૂ કર્યું હતું.હીરા ગીરા રે સુરત કે બાઝાર મેં… આવ્યું જ કંઇક સુરતમાં જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં શહેરના મીની બજાર થી લઇ ખોડીયાર નગર સુધી રસ્તા ઉપર ડાયમંડ શોધવા માટે પડાપડી
જોવા મળી રહ્યા છે. જોકે તે સમય દરમિયાન ત્યાં એવી વાતો ઉડી હતી કે, કોઈ હીરા વેપારી દ્વારા હીરા ફેંકી દેવામાં આવ્યા છે. તે વાતને લઈને મીની બજારથી ખોડીયાર નગર સુધીના રસ્તા પર એકાએક જ લોકો એકત્રિત થઈ ગયા હતા. લોકો હીરા શોધવાનું શરૂ કરી દીધું હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

હીરા ગીરા રે સુરત કે બાઝાર મેં… આવ્યું જ કંઇક સુરતમાં જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં શહેરના મીની બજાર થી લઇ ખોડીયાર નગર સુધી રસ્તા ઉપર ડાયમંડ શોધવા માટે પડાપડી જોવા મળી રહ્યા છે. જોકે
તે સમય દરમિયાન ત્યાં એવી વાતો ઉડી હતી કે, કોઈ હીરા વેપારી દ્વારા હીરા ફેંકી દેવામાં આવ્યા છે. તે વાતને લઈને મીની બજારથી ખોડીયાર નગર સુધીના રસ્તા પર એકાએક જ લોકો એકત્રિત થઈ ગયા હતા. લોકો હીરા શોધવાનું શરૂ કરી દીધું હતું.
વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે લોકો આ હીરા શોધવા માટે રીતસરની પડાપડી કરતા દેખાયા હતા. આખા રસ્તા ઉપર છુટા છવાયા લોકો રસ્તા ઉપર ધૂળ ખંખેરીને ડાયમંડ શોધતા નજરે પડ્યા હતા. તો કેટલાક લોકો તો બ્રશ સાથે ધૂળ એકત્રિત કરી હીરા
શોધી રહ્યા હતા.
“હું તો ઓફિસ થી ઘરે જતો હતો. ત્યારે આ નજરાણું જોઈ હું પણ ચોકી ગયો હતો કે આ શું થઈ રહ્યું છે? ત્યારે બે ત્રણ જણાને પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, અહીં કોઈ હીરાના વેપારીએ હીરા ફેંકીને જતા રહ્યા છે. જેથી આ તમામ લોકો તે હીરા
શોધવા માટે ધૂળ ખંખેરી રહ્યા છે.”જોકે વાત સાચી છે કે, કોઈના હાથમાં હીરો આવી ગયો તો તેઓના ઘરમાં આજીવન દિવાળી રહેશે. એક હીરો જો કોઈકના હાથમાં આવી જાય તો તેમની દિવાળી થઇ જશે તેવું માની શકાય છે. ઉલ્લેખનીય છે કે, હાલ હીરા
ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પ્રકારની વાત ઉડે ત્યારે ચોક્કસથી લોકો આ રીતે હીરા શોધવા માટે લોકો જોવા મળશે. કારણ કે, મહિના બાદ દિવાળી છે અને એક હીરો જો કોઈકના હાથમાં આવી જાય તો તેમની દિવાળી થઇ જશે તેવું માની શકાય છે.
samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?