Samay Sandesh News
General Newsindiaઅન્યગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત કૃત્રિમ વિસર્જન કુંડમાં નગરજનો દ્વારા 1513 પ્રતિમા વિસર્જિત કરાઈ

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત કૃત્રિમ વિસર્જન કુંડમાં નગરજનો દ્વારા 1513 પ્રતિમા વિસર્જિત કરાઈ: જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે હાપા શોરૂમ ની સામે તથા રણજીતસાગર રોડ બાયપાસ ચોકડી પાસે કૃત્રિમ વિસર્જનકુંડ બનાવવામાં આવ્યા છે , આ કૃત્રિમ કુંડમાં નિયમિત અનેક શ્રદ્ધાળુઓ દ્વારા વિઘ્નહર્તા ની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે, આજે કુલ 369 પ્રતિમા બંને વિસર્જનકુંડમાં વિસર્જિત કરાઈ હતી.


જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા શોરૂમ ની સામે આવેલા કૃત્રિમ વિસર્જન  કુંડ માં આજે 291 અને કુલ 1151 ગણેશજીની પ્રતિમાનું શહેરીજનો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું . તેમજ રણજીતસાગર રોડ બાયપાસ ચોકડી પાસે આવેલ કૃત્રિમ વિસર્જનકુંડમાં 78 ગજાનન  ની  પ્રતિમાનું શ્રદ્ધાળુઓ દ્વારા વિસર્જન કરાયું હતું ,  તથા કુલ 362 પ્રતિમાનું અહીં વિસર્જન કરાયું હતું.


નગરજનો માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા ખાતે શોરૂમ ની સામે અને રણજીત સાગર રોડ બાયપાસ ચોકડી પાસે કૃત્રિમ વિસર્જન કુંડમાં  સમગ્ર શહેરમાંથી આવતા નગરજનો સુવ્યવસ્થિત રીતે પ્રતિમા નું વિસર્જન કરી શકે તે માટેની તમામ પ્રકારની સુચારુ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે, અહીં સંપૂર્ણપણે લાઇટિંગની વ્યવસ્થા,  શ્રદ્ધાળુઓ માટે પીવાનું પાણી,

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

ચુસ્ત સિક્યુરિટી બંદોબસ્ત તેમજ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થાય તે પહેલા આરતી અને પૂજા માટે ટેબલ તથા મંડપ વ્યવસ્થા  પણ કરવામાં આવી છે.

નિયમિત અંદાજિત 350 થી વધુ શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિ- ભાવપૂર્વક બંને કૃત્રિમ કુંડમાં માટીના ગણેશજી તેમજ (પી.ઓ.પી.) પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશજીની મૂર્તિનું નગરજનો દ્વારા વિસર્જન કરવામાં આવે છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ બંને કૃત્રિમ કુંડમાં ફાયર શાખાની ટીમ દ્વારા મૂર્તિના વિસર્જન સમયે કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તેની સંપૂર્ણપણે તકેદારી રાખવામાં આવે છે , મૂર્તિનું વિસર્જન અહીંના  તાલીમ બદ્ધ સ્ટાફ દ્વારા જ કરવામાં આવે છે.

ગજાનનની મોટી પ્રતિમા માટે અહીં ક્રેઇન ની પણ જામનગર  મનપા દ્વારા  વ્યવસ્થા કરવામાં આવી છે,   આજ સુધી  મનપાના બંને કૃત્રિમ કુંડમાં  કુલ 1513 પ્રતિમાનું નગરજનો દ્વારા આસ્થાભેર વાજતે – ગાજતે વિઘ્નહર્તાનું વિસર્જન કરવામાં આવ્યું છે.

આ સમગ્ર પ્રતિમા વિસર્જનની કામગીરી જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ડી. એન. મોદી સાહેબના માર્ગદર્શન મુજબ નાયબ કમિશનર શ્રી ભાવેશભાઈ જાની ની રાહબરી હેઠળ પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના  શ્રી રાજીવભાઈ જાની,

જામનગર ચીફ ફાયર ઓફિશર શ્રી કે.કે. બિશ્નોઇ, ડેપ્યુટી ચીફ ફાયર શ્રી સી.એસ. પાંડીયન,  શ્રી હિરેનભાઈ સોલંકી,  શ્રી ચેતનભાઇ સંઘાણી તથા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

Related posts

પાટણ : ત્રિપલ અકસ્માત: સાંતલપુરના લોદરા-બોરૂડા વચ્ચે બે કાર અને બાઈક વચ્ચે ટક્કર, એક યુવકનું ઘટના સ્થળે જ મોત

cradmin

રોડ પર પ્રેકટીસ કરી યુવાને સેના માં જવાનું પોતાનું બાળપણ નું સ્વપ્ન પૂરું કર્યુ

samaysandeshnews

વિવેકાનંદ સાયન્સ એકેડમીમાં વીર સપુતોને પુષ્પાંજલિ અર્પણ કરી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!