જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી બે ઓક્ટોબર નિમિત્તે શહેરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને શહેર મેયર સહિતના પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્ય દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો: જામનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધી જયંતી 2 ઓક્ટોબર નિમિત્તે સ્વચ્છતા પખવાડિયા સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે નિમિત્તે આજે જામનગર શહેરમાં આવેલ જૈન ઉપાશ્રય ની સામે ચાંદી બજાર પાસે

ગાંધીજીની પ્રતિમા ને મેયર સહિતના પદાધિકારીઓ રાજકીય આગેવાનો દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ રાજકીય આગેવાનો દ્વારા ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે ખાદીની ખરીદી કરાઈ હતી તેમજ એમપી શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમાને સર્વે રાજકીય આગેવાનો દ્વારા સુતરની આંટી પહેરાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
આ કાર્યક્રમમાં જામનગર મનપાના મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરીયા, જામનગર તથા દેવભૂમિ દ્વારકા ના સાંસદ શ્રી પુનમબેન માડમ, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા, ડે. મેયર શ્રી ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીનિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા શ્રી આશિષભાઈ જોશી, દંડક શ્રી કેતનભાઇ નાખવા, કમિશનર શ્રી ડી. એન. મોદી, નાયબ કમિશનર શ્રી બી. એન. જાની, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી વિમલભાઈ કગથરા, વિપક્ષી નેતા શ્રી ધવલભાઈ નંદા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ કનખરા, મહામંત્રી શ્રી વિજયસિંહ જેઠવા, પૂર્વ નગર પ્રાથમિક
શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વસંતભાઈ ગોરી , પૂર્વ મેયર શ્રી બીનાબેન કોઠારી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, પૂર્વ શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યા, સર્વે મ્યુનિસિપલ સભ્યશ્રીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શહેર સંગઠનના હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.