Samay Sandesh News
લાઈફ કેર

હિમાચલના સિરમૌર જિલ્લામાં લેન્ડસ્લાઈડ, 100 ગામ સાથે સંપર્ક તૂટ્યો, પ્રશાસન લાગ્યું રાહત કાર્યમાં,  Video

[ad_1]

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના કામરાઉ તાલુકામાં લેન્ડસ્લાઈડ થતા  રસ્તો બ્લોક થઇ ગયો હતો. બરવાસ પાસે નેશનલ હાઇવે 707 પર ટ્રાફિકને રોકી દેવામાં આવ્યો હતો. અહી વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે પહાડ તૂટી પડ્યો હતો. પહાડની સાથે રસ્તો પણ તૂટી ગયો હતો. સેંકડોની સંખ્યામાં લોકો રસ્તા પર ફસાઇ ગયા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. ભૂસ્ખલનના કારણે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો.

પહોડો પર સતત વરસી રહેલા વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે. સિરમૌરમાં લેન્ડસ્લાઈડના કારણે રાષ્ટ્રીય રાજમાર્ગે 707 બ્લોક થઈ ગયો છે. જેના કારણે અડધાથી લઈને પોણા કિલોમીટર સુધી રસ્તો ધોવાઈ ગયો છે. 

આ લેન્ડસ્લાઈડના કારણે આશરે 100થી વધુ ગામડાઓ સંપર્ક વગરના થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડંપિંગ ગ્રાઉન્ડનુ કામ ચાલી રહ્યું હતું જેના કારણે ત્યાં પણ પાણી ભરાયું હતું, જેના કારણે આ દુર્ઘટના બની છે.

અત્યાર સુધીનો આ હિમાચલ પ્રદેશનો સૌથી મોટો લેન્ડસ્લાઈડ માનવામાં આવી રહ્યો છે. પહાડને રસ્તો બનાવવા માટે ફરી એક વખત ખોદવો પડશે. પરંતુ વરસાદના દિવસોમાં પહોડો પર રસ્તો બનાવવો ખૂબ જ મુશ્કેલ છે. પહાડો પર વરસાદના કારણે આફત બનેલી છે. જેના કારણે હજારો લોકો બંને તરફ ફસાયા છે. પ્રશાસન કામે લાગ્યું છે. હાઈવે પર ટ્રાફિક ઠપ્પ થઈ ગયો છે. વરસાદના કારણે આ દિવસોમાં સતત લેન્ડસ્લાઈડના સમાચાર સામે આવે છે. 

[yt][/yt]

[ad_2]

Source link

Related posts

Rajkot: છેલ્લા ત્રણ વર્ષમાં ૮૦ હજારથી વધુ બોટલ રક્ત પૂરું પાડતી સિવિલ બ્લડ બેન્ક

cradmin

CBSE ધોરણ-12નું પરિણામ જાહેર, 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ

cradmin

Bihar Politics: સાંસદ લનન સિંહ બન્યા JDU ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ

cradmin

Leave a Comment

error: Content is protected !!