Latest News
અબોલ જીવો માટે જીવ અર્પણ કરનાર પોલીસ કર્મચારી : અંકલેશ્વરના અરવિંદભાઈએ સ્વાનને બચાવતાં આપ્યો જીવનનો સર્વોચ્ચ બલિદાન દ્વારકા શહેરના ભાજપ મંત્રી મુન્નાભાઈએ રાજ્યના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે કરી સૌજન્ય મુલાકાત : દ્વારકા જિલ્લાના વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા, ધાર્મિક-પર્યટન પ્રોજેક્ટો માટે ખાસ રજૂઆતો એકતાનગરમાં ભારત પર્વ–2025નો ભવ્ય પ્રારંભ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પનો સંદેશ 2025ના નવા નિયમો હેઠળ ભારતીય રેલ્વેની “લોઅર બર્થ રિઝર્વેશન પોલિસી”માં મોટો ફેરફાર — હવે વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને સામાન્ય મુસાફરોને વધુ સુવિધા શ્રીહરિ જાગ્યા, શુભ મંગલ ગવાયા: દેવઉઠી એકાદશીથી તુલસી વિવાહ સુધીનો પવિત્ર ઉત્સવ — જ્યારે ભૂમિ પર ફરી પ્રારંભ થાય શુભ કાર્યોની ઋતુ જેતપુરમાં સોમયજ્ઞની દિવ્ય ગુંજ: વૈષ્ણવોનો ઠેરઠેરથી ઉમટેલો જનસાગર, પરિક્રમા કરી પુણ્યસંચયનો પાવન ઉત્સવ

સુરત: સુરત નાં ભિમરાડમાં નવનિર્મિત બિલ્ડિંગમાં છઠ્ઠા માળેથી પટકાતા યુવકનું મોત

સુરત: સુરત નાં ભિમરાડમાં નવનિર્મિત બિલ્ડિંગમાં છઠ્ઠા માળેથી પટકાતા યુવકનું મોત: સુરતનાં ભિમરાડમાં એક નવનિર્મિત બિલ્ડિંગમાં છઠ્ઠા માળેથી પટકાતા 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. સ્લેબ ભરવાની કામગીરી દરમિયાન લોડિંગ લિફ્ટમાંથી
સમાન ઉતરતા સમયે લાકડાનો ટેકો તૂટી જતા નીચે પટકાયો હતો. જેથી તેને સારવાર માટે હસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે યુવકની બે મહિના પહેલા જ સગાઈ થઈ હતી.ગતરોજ મૂળ મધ્યપ્રદેશ અને સુરતમાં ભિમરાડ વિસ્તારમાં બાંધકામ સાઈટ પર કામ કરતા વિનુભાઈ ડામોર પરિવાર સાથે

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

ત્યાં જ રહેતા હતા. પરિવારમાં બે સંતાન પૈકી મોટો 19 વર્ષીય દીકરો અલ્કેશ છેલ્લા ત્રણ વર્ષથી પિતા સાથે કામ કરતો હતો. અલ્કેશ છઠ્ઠા માળે સ્લેબ ભરવાના કામકાજમાં લોડિંગ લિફ્ટમાંથી આવતા મટિરિયલ ખાલી કરાવવાનું કામ કરી રહ્યો હતો. અચાનક લિફ્ટ માલ ખાલી કરતા સમયે લાકડાનો ટેકો તૂટી જતા છઠ્ઠા માળેથી લિફ્ટના પાલકમાં નીચે પટકાયો હતો.
જેથી અલ્કેશને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.છઠ્ઠા માળેથી પટકાયેલા અલ્કેશને માથા અને પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત બાદ તમામ સારવાર ખર્ચ બિલ્ડરે ઉપાડ્યો હતો. હાલ વેસુ પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે મૃતકના પિતા વિનુભાઈ ડામોરે જણાવ્યું હતું કે, પુત્ર 3 વર્ષથી જ સાથે કામે લાગ્યો હતો. બે મહિના પહેલા અજ તેની સગાઈ કરી હતી. આગામી માર્ચ મહિનામાં લગ્ન થવાના હતા એ પહેલા જ આ ઘટના બની છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

દ્વારકા શહેરના ભાજપ મંત્રી મુન્નાભાઈએ રાજ્યના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે કરી સૌજન્ય મુલાકાત : દ્વારકા જિલ્લાના વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા, ધાર્મિક-પર્યટન પ્રોજેક્ટો માટે ખાસ રજૂઆતો

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?