Latest News
“કુદરતની આફત સામે સરકારનો કરુણાસભર હાથ: કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન પર ટૂંક સમયમાં રાહત સહાય પેકેજ જાહેર કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ” “ઓપરેશન ફેક ડૉક્ટર”: દેવભૂમિ દ્વારકામાં બોગસ ડૉક્ટરો વિરુદ્ધ પોલીસનો તડાકેદાર ધડાકો — ભાણવડ અને બેટ દ્વારકામાં બે નકલી ડૉક્ટર ઝડપાયા, આરોગ્યતંત્રમાં હલચલ ભાણવડમાં જમીનજોતનો જંગ : સરકારી જમીનને ખાનગી ખેતર ગણાવનાર પર કાયદાનો ડંડો, ધુમલી ગામે કરોડોની સરકારી જમીન પર આંબા અને મગફળીના વાવેતરનો ચોંકાવનારો ખેલ! જેતપુરમાં લાયન્સ ક્લબ રોયલના ડિસ્ટ્રીક્ટ ગવર્નર ધીરૂભાઈ રાણપરીયાના પરિવારજનોએ સોમયજ્ઞમાં હવનનો લ્હાવો લઈ ધાર્મિક ભક્તિનો અદભુત સંદેશ આપ્યો અબોલ જીવો માટે જીવ અર્પણ કરનાર પોલીસ કર્મચારી : અંકલેશ્વરના અરવિંદભાઈએ સ્વાનને બચાવતાં આપ્યો જીવનનો સર્વોચ્ચ બલિદાન દ્વારકા શહેરના ભાજપ મંત્રી મુન્નાભાઈએ રાજ્યના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે કરી સૌજન્ય મુલાકાત : દ્વારકા જિલ્લાના વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા, ધાર્મિક-પર્યટન પ્રોજેક્ટો માટે ખાસ રજૂઆતો

ક્રાઇમ: કડોદરામાં 21 વર્ષીય યુવકના અપહરણ બાદ છુટકારો, પોલીસે ત્રણની ધરપકડ કરી

ક્રાઇમ: કડોદરામાં 21 વર્ષીય યુવકના અપહરણ બાદ છુટકારો, પોલીસે ત્રણની ધરપકડ કરી: સુરત જિલ્લાના કડોદરામાં વધુ એક અપહરણની ઘટના સામે આવી છે. જો કે આ વખતે પોલીસે સમયસૂચકતા વાપરી અપહરણકારોના પ્લાનને નિષ્ફળ બનાવ્યો છે. પોલીસની ભીંસ વધતા ભોગ બનનાર 21 વર્ષીય યુવકને છોડી મૂક્યો હતો.
પોલીસે આ ઘટનામાં ત્રણને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે.કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મહિને 12 વર્ષના બાળકનું અપહરણ કરી 15 લાખ રૂપિયાની ખંડણી માગવાના પ્રકરણમાં અપહરણકર્તા બાળકની નિર્દયી રીતે હત્યા કરી નાખી હતી. આ ચકચારી ઘટના બાદ કડોદરામાં વધુ એક 21 વર્ષીય યુવકના અપહરણની ઘટના બનતા ચકચાર મચી

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

 

ગઈ હતી.”પોલીસને જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટીમે રાતોરાત મોબાઇલ લોકેશનને આધારે યુવકને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તે દરમિયાન ત્રણ આરોપીઓ આનંદ રાજેન્દ્ર પ્રસાદ શ્યામ બિહારી મિશ્રા, નયન પ્રેમશંકર નર્મદાપ્રસાદ પટેલ અને વિજેતા અનિલ શિવજી પાંડે પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. આરોપીઓનો પૂર્વ ઇતિહાસ જાણી તેમની સામે કાર્યાવહી કરવામાં આવશે.”
મૂળ બિહારના રોહતાસ જિલ્લા અને હાલ પલસાણા તાલુકાના વરેલી ગામે વલ્લભનગર સોસાયટીમાં આવેલ રાજદીપ બિલ્ડિંગમાં રહેતો સુમિત બિપિનભાઈ બિહારી (ઉ.વર્ષ 27) ગત રવિવારના રોજ તેના ફોઇના પુત્ર સંતોષ સાથે કપડાંની ખરીદી માટે વરેલી ગયો હતો. કપડાં ખરીદીને પરત ઘરે જઈ રહ્યા હતા તે સમયે વરેલીનાં વલ્લભનગર ટાઈમ સ્ક્વેર બિલ્ડીંગ પાસે રાત્રિના
નવ વાગ્યે શિવા અને વિકાસ પટેલ નામના બે ઇસમો તેમની પાસે આવ્યા હતા. સુમિતને, ‘તું સંતોષકો કહા તક બચા પાતે હો” એવી ધમકી આપી ત્યાં હાજર વિજેતા પાંડે અને તેની સાથેના બીજા ત્રણ ઇસમો સાહિલ, મોનુ અને આનંદ મિશ્રાને નામથી
બોલાવતા તેઓ પણ ત્યાં આવી પહોંચી સંતોષ અને સુમિતને ઢીક મુક્કીનો માર મારવા લાગ્યા હતા.જો કે સુમિત અને સંતોષ ત્યાંથી બચીને નીકળી રૂમ પર પહોંચી ગયા હતા. દરમિયાન દસેક મિનિટ પછી એક મોટરસાઇકલ પર નયન પટેલ અને વિકાસ
પટેલ રૂમ પર આવ્યા હતા. વિકાસે ચપ્પુ બતાવી સંતોષને જોરજબરજ્સ્તી કરી મોટર સાઇકલ પર વચ્ચે બેસાડી અપહરણ કરી નાસી છૂટ્યા હતા. ત્રણ હજાર ખંડણી માગી ત્યારબાદ સુમિત પર એક શખ્સનો ફોન આવ્યો હતો કે, “સંતોષ કો છુડા હો તો તીન હજાર રૂપિયે લેકે વલ્લભ નગર કે ગેટ પર આ જાઓ” એમ કહીને ફોન કટ કરી દીધો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરતાં
પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જો કે પોલીસની ભીંસ વધતા યુવક સંતોષને છોડી મૂક્યો હતો તે ત્યાં કામ કરતો હતો તે ફેક્ટરીમાંથી જ મળી આવ્યો હતો.
samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

દ્વારકા શહેરના ભાજપ મંત્રી મુન્નાભાઈએ રાજ્યના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે કરી સૌજન્ય મુલાકાત : દ્વારકા જિલ્લાના વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા, ધાર્મિક-પર્યટન પ્રોજેક્ટો માટે ખાસ રજૂઆતો

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?