Latest News
અયોધ્યા માટે નવી ટ્રેનને ભાવનગરથી લીલીછમથી રવાના: શ્રી રામભક્તો માટે ભક્તિભર્યું અવસર, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મનસુખ માંડવીયાનું ઉષ્માભર્યું સ્વાગત “દિલ્હીમાં લેવાયેલા એક નિર્ણયે ગુજરાતના એક જીવનને બચાવ્યું” – ડૉ. મનસુખ માંડવીયાના તત્પર પગલાંએ દર્દીને જીવદાન આપ્યું આહીર સમાજના ગૌરવ દેવાયત બોદરજીની પ્રતિમા સ્થાપન માટે મહત્વપૂર્ણ નિર્ણય: સરકારી ગેસ્ટ હાઉસ પાસે પ્રાથમિક પસંદગી, વેરાવળ રોડ વિકલ્પ તરીકે વિચારણા હેઠળ ગુજરાત પોલીસના ૧૧૮ શૂરવીર અધિકારી-કર્મચારીઓને પોલીસ ચંદ્રકથી સન્માનિત કરાયા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગૌરવપૂર્ણ સમારોહ જામનગરમાં પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં સંયુક્ત બેઠક: “ટીમ જામનગર”ના સંકલિત પ્રયત્નો વડે લોક પ્રશ્નોના ઝડપી નિવારણની દિશામાં કાર્યરત તંત્ર જામનગર જિલ્લામાં વિકાસના શ્રેષ્ઠ કાર્યનો દસ્તાવેજ : પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ‘જિલ્લા વિકાસ વાટિકા’ પત્રિકા વિમોચિત

સુરત: પાંડેસરામાં ગેસ ગળતર થતાં દોડધામ, 6 લોકોને ગુંગળામણ; 1ની હાલત ગંભીર

સુરત: પાંડેસરામાં ગેસ ગળતર થતાં દોડધામ, 6 લોકોને ગુંગળામણ; 1ની હાલત ગંભીર: શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી ભંગારની દુકાનમાં આવેલ બાટલામાંથી ક્લોરિન ગેસ લિકેજ થવાની ઘટના સામે આવી છે. જેના પગલે 6 લોકોને ગુંગળામણની

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

અસર થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 5ની હાલત સ્થિર હોવાનું તેમજ એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાંડેસરાના વડોદમાં ભંગારની દુકાનમાં ક્લોરિનનો બાટલો આવ્યો હતો.જેને ભંગારની દુકાન વાળાએ ખોલવાનો પ્રયાસ કરતાં ક્લોરિનનો ગેસ લીક થયો હતો.
જેના કારણે આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. જે પૈકી 5 લોકોને વધારે ગુંગળામણ ળતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બીજી તરફ આ બાબતની જાણ થતાં પાંડેસરા પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે
દોડી આવ્યો હતો અને ભોગ બનેલા લોકોના નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.આ અંગે પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આજે બપોરે પોતે નોકરીથી ઘરે પરત ફર્યા બાદ જમી રહ્યા
હતા. આ દરમિયાન અચાનક લોકો ભાગવા લાગતા હું પણ મારા ભત્રીજાને લઈને ટેરેસ પર દોડ્યો હતો. જો કે મને ગેસની અસર થવા લાગતા હું પણ નીચે ઉતરીને રોડ પર દોડ્યો હતો. જો કે ધીમે-ધીમે મારો શ્વાસ પણ રુંધાવા લાગ્યો અને હું બેભાન થવા
લાગ્યો હતો. હાલ તો આ ઘટનામાં ભોગ બનેલા 5 લોકો નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જે પૈકી 1ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે
samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?
error: Content is protected !!