Latest News
ગુજરાતમાં આરોગ્ય સેવાઓને નવો આયામ આપતું આરોગ્ય સમીક્ષા કેન્દ્ર: મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં બીજું અંગદાન: ૧૯૮મું અંગદાન બની માનવતા અને આશાની નવ દિશા નાણા વિભાગનો નવા લોગો સાથે નવી દિશામાં અભ્યાસ – રાજ્ય કર વિભાગનો વાર્ષિક અહેવાલ પણ પ્રકાશિત વિરસાની વહાલસંભાળ અને વિકાસનો વિઝન – ઘેલા સોમનાથ મહાદેવ મંદિર થશે આધુનિક વ્યવસ્થાઓથી સજ્જ “માતાની સારવાર માટે લીધા હતા પૈસા… પણ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીએ કર્યો જીવલેણ” – જામનગરના રેલ્વે કર્મચારીએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો ડુંગળી ઉગાડતા ખેડૂતોને રાહત : સહાયના નિર્ણયથી ખેડૂતવિમુખ વાતાવરણમાં સરકારનો હિતલક્ષી સ્પર્શ – ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન અલ્પેશ ઢોલરીયાનો પ્રતિસાદ

ક્રાઇમ: ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં ભારે અરેરાટી જગાવનારો કિસ્સો

ક્રાઇમ: ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં ભારે અરેરાટી જગાવનારો કિસ્સો: સગા મોટા-ભાઈ બહેને ૧૫ વર્ષની નાની બહેનને અંધશ્રદ્ધા માં પતાવી નાખ્યા નો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર..

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

ખેત મજૂરી કામે એક વાડીમાં રહેતા દાહોદના વતની બે મોટા ભાઈ બહેનોએ નાની બહેન પર છરી અને ધોકા વડે હુમલો કરી પતાવી દીધી.
 જામનગર તા ૧૮, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં એક વાડી માં રહી ને ખેત મજૂરી કામ કરતા દાહોદ ના વતની શ્રમિક પરિવારના બે મોટા ભાઈ બહેનોએ નાની બહેનને અંધશ્રદ્ધામાં છરી અને ધોકા વડે હુમલો કરી પતાવી નાખ્યાનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર જાગી છે.
સમગ્ર મામલો ધ્રોલ પોલીસ મથક સુધી પહોંચ્યા પછી ધ્રોલ પોલીસે મૃતદેહ નો કબજો સંભાળ્યો છે. જ્યારે તેની હત્યા નીપજાવનાર તેના મોટા ભાઈ બહેન સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે. અને મોટાભાઈની અટકાયત કરી લીધી છે,
જ્યારે આરોપી બહેન સગીર વયની હોવાથી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવા કાર્યવાહી હાથ ધરી છે.
 આ બનાવની છે કે મૂળ દાહોદના વતની અને હાલ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં રહેતા ખેડૂત બીપીનભાઈ ગોપાલભાઈ બારૈયા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા રાકેશ છગનભાઈ તડવી તેની બહેન સવિતાબેન છગનભાઈ તડવી જે બંનેએ પોતાની જ સગી નાની બહેન શારદાબેન ઉમર વર્ષ (૧૫) ને પોતાની ઓરડીમાં માતાજીના પાઠ રાખ્યા હતા, અને ઓરડી માં નિર્વસ્ત્ર કરી સુવડાવી દઈ મોટા ભાઈ બહેનોએ લાકડી અને છરી ના ઘા મારીને હત્યા નીપજાવી હતી,
અને ત્યારબાદ બંને ભાઈ બહેન ધુણવા લાગ્યા હતા. સમગ્ર બનાવ ગઈકાલે સવારે બન્યો હતો, ત્યારબાદ ૨૪ કલાક સુધી હત્યા કરાયેલો મૃતદેહ ઓરડીમાં મૂકી રાખ્યો હતો, અને બંને ભાઈ બહેન ઘરમાં ધૂણતા રહયા હતા. વાડી માલિકને સમગ્ર મામલાની જાણ થતાં તેમણે તરત જ ધ્રોલ પોલીસને જાણ કરી હતી.
જેથી ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.જી. પનારા અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને હત્યારા બંને ભાઈ બહેનોને અટકાયતમાં લઈ લીધા પછી શારદાબેનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યુ છે, જ્યારે હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી લાકડી અને છરી સહિતના હથીયાર કબ્જે કરી લેવાયા છે.
 મોટો ભાઈ રાકેશ છગનભાઈ અને સવિતા છગનભાઈ બંને સામે ધ્રોલ પોલીસે આઈપીસી કલમ ૩૦૨,૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વાડી માલિક બીપીનભાઈ ગોપાલભાઈ બારૈયા ને ફરિયાદી બનાવ્યા છે.
 પોલીસને પ્રાથમિક પૂછપરછ દરમિયાન અંધશ્રદ્ધાના કારણે મોટા ભાઈ બહેનોએ પોતાની સગી નાની બહેનને વિધિના બહાને હત્યા કરી નાખી હતી. પોતે એવી શંકા વ્યક્ત કરી હતી, કે પોતાની નાની બહેન કે જે મોટા ભાઈ બહેન ને પતાવી નાખી છે,
તેવા ડરના કારણે બંનેએ નાની બહેનનું કાઢી નાખ્યા પછી માતાજીને પ્રસન્ન કરવા માટે ધૂણતા  હતા. દરમિયાન પોલીસ દ્વારા આરોપી રાકેશ પુખ્ત વયનો હોવાથી  છે, જ્યારે તેની નાની બહેન સગીરવયની હોવાથી તેનીને બાળ સંરક્ષણ ગ્રહમાં મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
 આરોપીઓના માતા-પિતા દાહોદમાં રહેતા હોવાથી તેઓને પણ હજામચરા ગામે બોલાવી લેવાયા છે. આ બનાવને લઈને હજામજોરા ગામમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે.
samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?