Samay Sandesh News
લાઈફ કેર

2 CRPF Jawans And A Policeman Were Injured In A Grenade Attack In Baramulla Jammu Kashmir

[ad_1]

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોનાં ઓપરેશનથી આતંકવાદીઓ ભડકી ગયા છે. શુક્રવારે  આતંકવાદીઓએ બારામુલ્લામાં CRPF અને સ્થાનિક પોલીસ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ અકસ્માતમાં બે CRPF જવાન અને એક પોલીસ જવાન ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ડ્રોન હુમલાની ઘટનાઓ વચ્ચે ભારતીય સેનાએ ખીણમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવ્યું છે, જેના કારણે આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટરનાં અહેવાલો સમયાંતરે સામે આવે છે.

આ હુમલા વિશે માહિતી આપતા જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, બારામુલ્લા શહેરમાં ગ્રેનેડ હુમલો થતાં CRPFનાં બે જવાન અને એક પોલીસ જવાન ઘાયલ થયા છે. નોંધપાત્ર વાત એ છે કે 5 ઓગસ્ટ સુધી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયાને બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો ખીણ અને દેશનાં અન્ય ભાગોમાં વિસ્ફોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીએ આ મામલે સુરક્ષા દળોને એલર્ટ જાહેર કર્યું છે.બારામુલ્લા આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત સૈનિકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ હુમલાખોરોને શોધવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.  પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો ખીણ અને દેશનાં અન્ય ભાગોમાં વિસ્ફોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીએ આ મામલે સુરક્ષા દળોને એલર્ટ જાહેર કર્યું છે.બારામુલ્લા આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત સૈનિકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ હુમલાખોરોને શોધવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સીઆરપીએફ અને પોલીસ ટુકડી પર હુમલો ખાનપોરા બ્રિજ પર થયો હતો. ગ્રેનેડ ફેંકનારા આતંકીઓની ઓળખ થઈ શકી નથી, તેઓ હુમલો કર્યા બાદ તુરંત જ ભાગી ગયા હતા. હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટ અને 15 ઓગસ્ટ નજીક છે. ત્યારે આવા સમયે ડ્રોન દેખાતા એવો અંદાજ લગાવામાં આવી રહ્યો છે. કે આતંકીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના છે. સૂત્રો દ્વારા એવી માહિતી પણ સામે આવી છે કે આતંકીઓ ટૂંક સમયમાં કશ્મીરમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના છે. જેના કારણે કાશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

[ad_2]

Source link

Related posts

સુરત : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત આયોજીત એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં ઓલપાડ તાલુકાનાં શિક્ષકોએ નવતર પ્રયોગો રજૂ કર્યા

samaysandeshnews

ફટાફટ: હવે રવિવારે પણ કોરોના રસીકરણ અભિયાન ચાલુ, અભિયાન અંગે શું લેવાયો નિર્ણય?, જુઓ વિડીયો

cradmin

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે સર્જી તબાહી, પુલ તૂટી જતાં ધસમસતા પ્રવાહમાં તણાઇ મહિલા, જુઓ દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો

cradmin

Leave a Comment

error: Content is protected !!