[ad_1]
ધોરણ 12 સામાન્ય પ્રવાહના ચાર લાખ 10 હજાર જેટલા નિયમિત વિદ્યાર્થીઓનું આજે આઠ વાગ્યે પરિણામ જાહેર થશે. નિયમિત વિદ્યાર્થીઓનું સ્કૂલોએ કરેલ મૂલ્યાંકનના આધારે બોર્ડે પરિણામ તૈયાર કર્યું છે. બોર્ડની વેબસાઈટ પરથી સ્કૂલોના ઈંડેક્ષ નંબરના આધારે પરિણામ જોઈ શકાશે.
સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ નિયમિત વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરેલ હતા. જેના આધારે બોર્ડે નિયમિત વિદ્યાર્થીઓનું પરિમાણ તૈયાર કરેલ છે. નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ આજે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરાશે.
શાળાઓ પરિણામ ઈંડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગઈન કરીને ડાઉનલોડ કરી શકેશ. શાળાઓએ વિદ્યાર્થીઓને ગુણપત્રકની નકલ આપી પરિણામની જાણ કરવાની રહેશે. ધોરણ 10 અને 12ના નિયમિત વિદ્યાર્થઈઓના પરિણામ જાહેર જાહેર થઈ જતા હવે ખાનગી અને રિપીટરો વિદ્યાર્થીઓની મૂલ્યાંકન કામગીરી ઝડપથી પૂર્ણ કરી તેના પણ પરિણામો સત્વરે જાહેર થશે.
વિજ્ઞાન પ્રવાહનું 100 ટકા પરિણામ
આ પહેલા ધોરણ 12 સાયંસના વિદ્યાર્થીઓનું બોર્ડનું પરિણામ જાહેર કર્યું હતું. કોરોનાને લીધે માસ પ્રમોશન આપવાની જાહેરાત બાદ ધોરણ 12 સાયંસના એક લાખ સાત હજાર નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જાહેર થયેલુ પરિણામ માત્ર સ્કૂલો પોતાના ઈંડેક્સ નંબરના આધારે જોઈ શકશે. જ્યારે વિદ્યાર્થીઓ સીધુ પોતાનું પરિણામ જોઈ શકશે નહી.
વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે. આજે જાહેર થયેલ પરિણમાં 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે જ્યારે 15284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. 24,757 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે. 26,831 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 22,174 છે. C2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 12,071 છે. જ્યારે 2609ને D ગ્રેડ, 289 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ અને 4 વિદ્યાર્થીઓને E2 ગ્રેડ મળ્યો છે.
જાહેર કરેલા પરિણામ અનુસાર માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ નહિ હોય. વિદ્યાર્થીઓને પરંપરાગત માર્કશીટ જ આપવામાં આવશે. અત્યારે માત્ર શાળાઓ જ પરિણામ જોઈ શકશે. શાળાઓ પરિણામ વિદ્યાર્થીઓને જણાવશે.
[ad_2]
Source link