Latest News
“કર્જમુક્ત ભારત” માટે મજબૂત પગલાં: અમદાવાદના નવરંગપુરામાં નિઃશુલ્ક કર્જ મુક્ત અભિયાન કાર્યાલયનું ઉદ્ઘાટન પાટણકા ખેડૂતોનો 12 વર્ષનો સંઘર્ષ હવે ફાટી નીકળ્યો: નર્મદા કેનાલના નાળાને લઈ આંદોલનની ચીમકી, વાત હવે માત્ર પાણી નહીં પણ હક્કની છે! જામનગર મહાનગરપાલિકા હસ્તકની હાપા ગૌશાળામાં ૨૦૦૦ લાડુ અને ૨૫૦૦ રોટલી ગાયોને ખવડાવવામાં આવ્યા: “કેર ફોર હ્યુંમેનિટી ફાઉન્ડેશન” દ્વારા સેવાભાવનું અનુકરણીય ઉદાહરણ માણાવદર રિવરફ્રન્ટ પર રાજકીય તોફાન: લાડાણીના આરોપો સામે ચાવડા-ઇટાલિયા નિશાન પર જામનગર પોલીસદળનું ગૌરવ વધારનાર બહાદુર અધિકારી: એ.એસ.આઈ. બસીરભાઈ મલેકને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાયા અયોધ્યા માટે નવી ટ્રેનને ભાવનગરથી લીલીછમથી રવાના: શ્રી રામભક્તો માટે ભક્તિભર્યું અવસર, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મનસુખ માંડવીયાનું ઉષ્માભર્યું સ્વાગત

જામનગરની સજૂબા સ્કૂલ પાસે કચરામાં આગ ભભૂકી ઉઠી

અગનજવાળાઓ ટ્રાન્સફોર્મર સુધી પહોંચી: સદ્નસીબે જાનહાનિ ટળી

જામનગરની એક માત્ર સરકારી સજુબા ક્ધયા શાળા પાસે મંગળવારે સવારે કચરાના ઢગલામાં આગ લાગી હતી. જો કે, મોટી દુઘર્ટના સહેજમાં ટળી હતી. કારણ કે, આગની જ્વાળાઓ વીજતંત્રના ટ્રાન્સફોર્મર સુધી પહોંચી હતી. કચરો ઉપડાવામાં ઘોર બેદરકારીના કારણે કોઇએ કચરામાં દિવાસળી ચાંપી સળગાવતા આગ લાગી હતી.
જામનગરની સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ નજીક ઘણાં સમયથી કચરાનો ઢગલો પડ્યો છે. આ સ્થળેથી કચરો ઉપાડવામાં ન આવતો હોવાથી અમુક વેપારીઓએ ત્યાંથી પસાર થતી કચરાની ગાડીવાળાને કચરો ઉપાડવા માટે કહ્યું હતું. પરંતુ આ પોઈન્ટ અમારામાં આવતો નથી તેવો જવાબ આપવામાં આવ્યો હતો. સફાઈ કરતા કામદારો પણ કચરો ઉપાડતા ન હતાં. આથી કોઈ વ્યક્તિએ રોષે ભરાઈને તે કચરો સળગાવ્યો હતો. આથી તેમાંથી નીકળતી જ્વાળાઓ નજીકમાં આવેલા વીજ કંપનીના ટ્રાન્સફોર્મર સુધી પહોંચી હતી. જો કે, તે પહેલા આગ ઓલવવામાં આવતા મોટી દુઘર્ટના ટળી હતી. ક્ધયા શાળા પાસે શા માટે કચરો નાખવામાં આવે છે તે સળગતો સવાલ ઉભો થયો છે.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?
error: Content is protected !!