Samay Sandesh News
ગાંધીનગરગુજરાતજામનગરશહેર

જામનગરની ખાનગી શાળાને ફી રેગ્યુલેટરી કમિટીના હુકમોનું ઉલ્લંઘન કરીને

વધુ ફી ઉઘરાવવા માટે રૂ. ૨.૫૦ લાખનો દંડ કરાયો: શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર

ખાનગી શાળાઓમાં વસુલવામાં આવતી ફી અંગે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં ખાનગી શાળાઓ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટીના હુકમોનું ઉલ્લંઘન કરીને વધુ ફી ઉઘરાવવામાં આવતી હોવાની જામનગર જિલ્લામાં કુલ ૦૧ ફરિયાદ અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એકપણ ફરિયાદ મળેલ નથી. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લાની શાળાને ગુજરાત સ્વનિર્ભર શાળા ફી અધિનિયમ-૨૦૧૭ની કલમ-૧૪(૧) મુજબ રૂ. ૨.૫૦ લાખનો દંડ કરવામાં આવ્યો છે.

શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યની કુલ ૨૬,૧૧૦ સ્વનિર્ભર શાળાઓ પૈકી ૧૨ ટકા એટલે કે ૩,૧૭૫ શાળાઓએ ફી નિયમન સમિતિઓમાં ફી વધારા માટે અરજી કરી હતી, જ્યારે બાકીની ૨૨,૯૩૫ એટલે કે ૮૮ ટકા જેટલી શાળાઓએ ફી ન વધારી એફીડેવીટ કરી છે.

વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત સ્વનિર્ભર શાળા અધિનિયમ-૨૦૧૭માં કાયદાના ભંગ અંગે કલમ-૧૪માં કરેલી જોગવાઈ મુજબ સ્વનિર્ભર શાળાને પ્રથમવાર કાયદાના ભંગ માટે રૂપિયા પાંચ લાખ સુધીનો દંડ, બીજીવાર પાંચ થી દસ લાખ રૂપિયા અને ત્રીજીવાર કાયદાના ભંગ માટે શાળાને અપાયેલ માન્યતા રદ કરવા-એન.ઓ.સી. પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવે છે.

આ દંડની રકમ વસુલ કરવા ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી લીધેલી વધારાની ફીની બમણી રકમ પણ શાળાએ પરત કરવાની રહે છે. આ ઉપરાંત રકમની ચુકવણી તે અંગેનો હુકમ મળ્યાની તારીખથી પંદર દિવસમાં કરવાની રહે છે. ત્યારબાદ વસુલાત કરવાની કુલ રકમના એક ટકા પ્રતિદિન લેખે ભરપાઈ કર્યાની તારીખ સુધી દંડ વસુલ કરવામાં આવશે. જો આ રકમ ત્રણ મહિનાની મુદત સુધીમાં ભરપાઈ કરવામાં નહી આવે તો તે રકમ જમીન મહેસુલની બાકી લેણાની બાકી રકમ તરીકે ગણીને વસુલ કરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

Related posts

જામનગર : કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે ધુળસીયામાં કોઝ- વે અને ધુતારપરમાં માઈનોર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું

cradmin

રાજકોટ : ગોંડલ ના ધારાસભ્યના નેતૃત્વમાં ડુંગળીના ઘટેલા ભાવ સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત

samaysandeshnews

ઈડર આગડીયા પેઢી માં લુંટ ચલાવનારા શખ્સોને પાટણ એલસીબી અને એસઓજી પોલીસ ટીમે મુદામાલ સાથે ઝડપી લીધા

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!