[ad_1]
કોલંબોઃ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બાયો બબલ છોડીને કોવિડ-19 પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ સ્ટાર ખેલાડી પર એક વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. વાઇસ કેપ્ટન કુશલ મેંડિસ, ઓપનિંગ બેટ્સમેન દનુષ્કા ગુણાથિલકા અને વિકેટકિપર નિરોશન ડિક્વેલા પર પ્રતિબંધ અને 50 હજાર ડોલરનો દંડ કરવામાં આવ્યો છે.
ઈંગ્લેન્ડ સામે રમાયેલી વન ડે શ્રેણીના એક દિવસ પહેલા ડરહામમાં એક રાતે આ ત્રણેય ખેલાડીઓ મહાલતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ 28 જૂને પ્રવાસ વચ્ચેથી ત્રણેય ખેલાડીઓને સ્વદેશ રવાના કરી દેવાયા હતા. શ્રીલંકા ક્રિકેટે તેને દેશનું અપમાન ગણાવ્યું હતું. જેને લઈ તેમના પર શ્રીલંકન બોર્ડે આ કાર્યવાહી કરી હતી.
શ્રીલંકન બોર્ડે કહ્યું, ત્રણેય કોવિડ-19ના સુરક્ષા દિશા નિર્દેશોનું ઉલ્લંઘન કરવા, ટીમ મેનેજમેન્ટના નિયમો તોડવા અને સાથી ખેલાડીઓ તથા અન્ય લોકોની સુરક્ષાને ખતરામાં નાંખવા માટે દોષી જણાયા છે. પ્રતિબંધ હટ્યા બાદ બે વર્ષ સુધી તેમના પર નજર રહેશે.
ધોનીનો નવો લુક વાયરલ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભલે અત્યારે ક્રિકેટના મેદાનથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયાથી લઈને ફેન્સમાં તે હંમેશાં ચર્ચામાં રહેતો હોય છે. એકવાર ફરી કેપ્ટન કૂલ ચર્ચામાં આવ્યો છે અને આ વખતે કારણ છે તેનો ન્યૂ લૂક. સોશિયલ મીડિયા પર મહેન્દ્ર સિંહ ધોનીની નવી હેરસ્ટાઈલ ખૂબ વાઇરલ થઈ રહી છે અને ફેન્સને એ પસંદ પણ છે. હેરસ્ટાઈલિસ્ટ આલિમ હકીમે શુક્રવારે સવારે તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ધોનીની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. એમાં તેઓ મહેન્દ્ર સિંહ ધોનીની નવી હેરસ્ટાઈલ દેખાડી રહ્યા છે. ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે, એ પછી પણ તે નવા નવા લૂક્સમાં જોવા મળે છે. આલિમ હકીમની ગણતરી દેશના પ્રખ્યાત હેરસ્ટાઈલિસ્ટ તરીકે થાય છે. બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ અને ટીમ ઈન્ડિયાના સ્ટાર્સ પ્લેયર્સ મોટે ભાગે આલિમ હકીમ પાસે જ તેમનો નવો લૂક મેળવતા હોય છે.
[ad_2]
Source link