Latest News
“હરદદારશ્રી” શબ્દથી ઉઠ્યો વિવાદ: ખાપટ ગ્રામ પંચાયતના WhatsApp મેસેજમાં ભાષાકીય ભૂલથી ગ્રામજનોમાં ચર્ચાનો માહોલ. મહારાષ્ટ્રના રાજકારણમાં તણાવ વચ્ચે સંજય રાઉતનો સ્પષ્ટ સંદેશ: “દુશ્મન પણ સંપર્કમાં હોય છે, પણ વિચારધારાનો સંઘર્ષ યથાવત” મહારાષ્ટ્રના રાજકારણમાં નવી હલચલ: પાર્થ પવાર અને રાજ ઠાકરે વચ્ચે દોઢ કલાકની ગુપ્ત બેઠકથી અટકળો તેજ. મહારાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા દિશામાં ઐતિહાસિક પગલું: સી-60 કમાન્ડોને મેડલની જાહેરાત, ડ્રગ્સ અને સાયબર ક્રાઇમ સામે સખત લડતનો સંકલ્પ ગુજરાતના આંગણે વડાપ્રધાનનું આગમન — અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, વિકાસયાત્રાની નવી શરૂઆત. મહારાષ્ટ્રના રાજકારણમાં ‘મોટા ભૂકંપ’ના સંકેત: એકનાથ શિંદેની દિલ્હી મુલાકાત બાદ સત્તાના સમીકરણોમાં ઉથલપાથલની અટકળો તેજ

દ્વારકા શહેરમાં ભુમાફિયા થયા બેલગામ

દ્વારકા શહેરમાં ચરકલા રોડ ઉપર આવેલ આવલ પરા પાસે અને આહિર સમાજની વાડી પાસે એક  ભુમાફિયા હરેશ લાલજીભાઈ ભટ્ટે સરકારી જમીન ઉપર દબાણ કરી અને હોટલ બનાવેલ છે અને આવી રીતે સરકારની જગ્યાનુ ગબન કરી અને અને સરકારની જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો કરી અને હોટલનું બાંધકામ કરેલ છે અને ગેરકાયદેસર હોટલ ચલાવે છે

          આ કામના ભુમાફિયા હરેશ લાલજીભાઈ ભટ્ટે સરકારી જગ્યાએ ઉપર ગેરકાયદેસર દબાણ કરી અને હોટલનું બાંધકામ કરેલ છે અને હોટલ ચલાવે છે અને સરકારી જગ્યા નો ઉપયોગ કરી પોતાના ખિસ્સા ભરે છે તો આ બાબતે પ્રશાસનની નીંદર ક્યારે ઉખાડશે તે પ્રશ્ન છે ?

          દ્વારકા શહેરમાં આવા ગલી ગલીએ ભુમાફિયા છે અને સરકારી જગ્યા નો ઉપયોગ કરી ગેરકાયદેસર બાંધકામ કરી કોઈ પણ જાતની પરવાનગી કે મંજૂરી લીધા વગર બાંધકામ કરી અને હોટલો બનાવી અને પૈસા બનાવે છે અને સરકારી જગ્યા પચાવી લે છે તો આ બાબતે પ્રશાસનને અમારા અનુરોધ છે કે આવા ભુમાફિયા ઓને કાયદાનું ભાન કરાવી અને કડક કાર્યવાહી કરી સરકારી જમીન માં કબજો જોડાવાનું કાર્ય હાથમાં લે તેવી પ્રજાના હિતમાં માંગ છે.

          વધુમાં આ ભુમાફિયા હરેશ ભટ્ટ હાલ બેટ દ્વારકાની એક વિવાદિત જગ્યામાં પણ આરોપી તરીકે નામ નોંધાયેલ છે જેની તપાસ ભવિષ્યમાં થવાની છે તો ભુમાફિયાઓને લગામ ક્યારે લાગશે અને જગ્યા સરકારી હોય કે ખાનગી જગ્યા હોય તેમાં આવા ભુમાફિયા દ્વારા કબજો કરી અને દાદાગીરીથી જગ્યા પચાવી પોતાની ઇમારતો ખડકે છે તો આવા અસામાજિક તત્વો સામે સરકાર ક્યારે કરશે ?

          આ અમારી એક જનહિત યાચિકાને ધ્યાને લઈ આવા અસામાજિક તત્વો સામે સરકાર કડક કાયદાકીય કાર્યવાહી કરે તેવી માંગ છે જેથી ભવિષ્યમાં આવા ભુમાફિયા કોઈની જગ્યા ઉપર ગેરકાયદેસર કબ્જો કરે નહીં અને  આવા ગુનાહિત કાર્યો કરે નહીં અને કોઈ સરકારી કે ખાનગી જગ્યાનું દબાણ ન કરે તેનું ઉદાહરણ પ્રસ્થાપિત કરે તેવી સરકાર પાસે માંગ છે.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?