[ad_1]
ટોક્યો ઓલિમ્પિકમાં શનિવારનો દિવસ ભારત માટે સારો નથી રહ્યો. બેડમિન્ટન સિંગલ્સના સેમીફાઈનલમાં પીવી સિંધુની ચીનની કેલાડી સામે હાર થઈ છે. બોક્સિંગમાં અમિત પંધાલ અને પૂજા રાની પણ હારનો સામનો કરવો પડ્યો છે. જેનાથી ભારતને મેડલ મળવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે, પરંતુ રવિવારે દેશ માટે એક મેડલ મળવાની આશા છે. રવિવારે ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું શેડ્યૂલ જાણીએ.
બ્રોન્ઝ મેડલ માટે રમશે સિંધુ
વર્લ્ડ નંબર વન તાઈ જુ યિંગ સામે સેમીફાઈનલમાં હાર છતા હજુ પણ પીવી સિંધુ પાસેથી મેડલની આશા છે. બ્રોન્ઝ મેડલના મુકાબલામાં રવિવારે સિંધુ સાંજે 5 વાગ્યે ચીનની ખેલાડી સામે રમશે. આશા છે કે સિંધુ બ્રોન્ઝ મેડલ સાથે ઓલિમ્પિકની સફર પૂરી કરશે. સેમીફાઈનલમાં સિંધુની હાર બાદ ભારતનો ગોલ્ડ મેડલ મેળવવાનું સપનુ તૂટુ ગયું છે.
બોક્સિંગની ક્વાર્ટર ફાઈનલમાં રમશે સતીશ કુમાર
સવારે 9.36 વાગ્યે બોક્સિંગના સુપર હેવીવેટ કેટેગરીમાં ભારતના સતીશ કુમાર ઉતરશે ઉઝ્બેકિસ્તાનના બખોદિર જલોલોવ સામે ક્વાર્ટર ફાઈનલ મુકાબલો રમશે. આ મુકાબલો જીતવાથી સતીશ પોતાના નામે એક મેડલ પાક્કો કરી શકે છે. આ મુકાબલો ખૂબ જ મોટો હશે, કારણ કે બખોદિર જલોલોવ પોતાની કેટેગરીમાં દુનિયાના ટોપ બોક્સર છે. પરંતુ અત્યાર સુધીમાં સતીશે શાનદાર રમત રમી છે તે આ મુકાબલો જીતી શકે છે.
હોકીની ક્વાર્ટર ફાઈનલ મેચ રમાશે
ભારતીય પુરુષ હોકી ટીમ ગ્રુપ લીગમાં 4 જીત નોંધાવ્યા બાદ રવિવારે ક્વાર્ટર ફાઈનલ મુકાબલો રમવા ઉતરશે. ભારતીય ટીમની સામે ગ્રેટ બ્રિટેનની ટીમ હશે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આશા છે કે આ વખતે હોકી ટીમ દેશ માટે મેડલ જીતીને લાવશે.
રવિવારે આ મુકાબલા પણ થશે
ગોલ્ફમાં સવારે 4:15 વાગ્યાથી અનિર્બાન લાહિડી અને ઉદયન માને, પુરુષોના વ્યક્તિગત સ્ટ્રોક પ્લેમાં રમશે. ધોડેસવારીની ક્રોસ કંટ્રી, વ્યક્તિગત સ્પર્ધા, ફવાદ મિર્જાની મેચ સવારે 05:18 વાગ્યાથી થશે.
[ad_2]
Source link