કમોસમી વરસાદના કારણે ખેતરમાં રહેલ બાજરી સહિતનો અન્ય પાકને નુકસાન જવાની શક્યતા હોવાથી ખેડૂતોની ચહેરા પરની રોનક છીનવાઈ..

ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલ બાજરી સહિતનો પાક ખેતરમાં જમીન દોસ્ત થયો…
શહેરા સહિત સમગ્ર જિલ્લામાં સોમવારના રોજ ભારે પવન સાથે થયેલ કમોસમી વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થવાની શક્યતા ને લઈને ખેડૂતોની ચેહરા પરની રોનક છીનવાઈ ગઈ હતી. જ્યારે તાલુકાના સાદરા સહિતના અન્ય ગામોમાં ખેતર માં રહેલ બાજરી, તલ સહિત અન્ય પાક ને નુકસાન થતા ખેડૂતો રાજ્ય સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા હતા.
શહેરા સહિત સમગ્ર જિલ્લામાં સોમવારની સાંજે ભારે પવન સાથે કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતિત થયા હતા. જ્યારે તાલુકાના સાદરા ગામ સહિત આજુબાજુના ગામના ખેડૂતો ચિંતાતુર થવા સાથે તેમની અનેક આશાઓ ઉપર પાણી ફરી ગયુ હોય તેવા દ્રશ્યો અનેક ખેડૂતોના ખેતરમાં જોવા મળી રહ્યા હતા,ખેડૂતના ખેતરમાં રહેલ બાજરી, તલ સહિત નો અન્ય પાક જમીનદોસ્ત થતા ખેતી પાકને નુકસાન જવાની શક્યતા ને લઈને ખેડૂતો ચિંતિત થઈ ઊઠ્યા હતા.અમુક ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ બાજરી સહિતનો પાક ભારે પવન અને વરસાદના કારણે ઢળી પડતા ખેડૂતોની મહેનત ક્યાંકને ક્યાંક માથે પડે હોઈ તેવી શક્યતા ના પગલે ખેડૂતો હવે કુદરતના પ્રકોપ સામે લાચાર બન્યા હતા.જોકે ઉનાળામાં ચોમાસા જેવો અહેસાસ ખેડૂતોને થયો હોય પરંતુ આ કુદરતી આફત સામે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ભારે પવન સાથે આવેલ કમોસમી વરસાદે છીનવી લીધો હતો. સાદરા ગામના અરવિંદભાઈ માછી સહિતના ખેડૂતો ખેતી પાકમાં થયેલ નુકસાનને લઈને રાજ્ય સરકાર સહાયનું પેકેજ જાહેર કરે તેવી આશા અપેક્ષા રાખી રહ્યા હતા જોકે આવી સ્થિતિમાં સરકાર તાત્કાલિક અસરથી સર્વે કરી પાકવળતરની સહાય જાહેર કરે તેવી આશા ખેડૂતો રાખી રહયા હતા.જ્યારે મીની વાવાઝોડા ના કારણે તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર વૃક્ષો પડી જવાના બનાવો બનવા સાથે ઘણા બધા ગામોમાં રાત્રિ દરમિયાન લાઈટો ગુલ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
વધારે માહિતી માટે અમારી વેબસાઇટ ને ચેક કરો samaysandeshnews
