[ad_1]
Tokyo Olympics 2020: ભારતીય મહિલા હોકી ટીમે પૂલ સ્ટેજની પોતાની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવ્યું છે. એનાથી ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનો માર્ગ ખૂલી ગયો છે. પુલ Aમાં આયર્લેન્ડ અને ગ્રેટ બ્રિટન વચ્ચેની મેચથી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી ટીમોનો ફેંસલો થશે. ભારત તરફથી વંદના કટારિયાએ 3 ગોલ કર્યા હતા. વંદના ઓલિમ્પિક મેચમાં ગોલની હેટ-ટ્રિક ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા હોકી ખેલાડી બની છે.બેડમિન્ટન સિંગલમાં ભારતની પી.વી. સિંધુની સેમિફાઇનલમાં હાર થઈ ગઈ છે. તાઇવાનની ટીવાય તાઇ સામે હાર થઈ છે. 21-18, 21-12થી પરાજય થયો છે. હવે પી.વી. સિંધુને આવતી કાલે બ્રોન્ઝ માટે રમવું પડશે. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) પોતાના અડધા સફર પર આવી ચૂકી છે. હવે આ ખેલ મહાકૂંભની અડધી સફર બાકી છે. ભારતીય ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિકના અડધા સફરમાં અત્યાર સુધી બે મેડલ પાક્કા કરી લીધા છે.ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 54માં ક્રમે છે. અમેરિકા 16 ગોલ્ડ, 17 સિલ્વર અને 12 બ્રોન્ઝ એમ 45 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. ચીન 21 ગોલ્ડ, 12 સિલ્વર અને 12 બ્રોન્ઝ મળી કુલ 45 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 17 ગોલ્ડ, 5 સિલ્વર અને 8 બ્રોન્ઝ એમ મળી કુલ 30 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.બોક્સર પૂજા રાની ક્વાર્ટર ફાઇનલમાં ચીનની કી લી ક્વાનથી હારી ગઈ છે. ત્રીજા રાઉન્ડમાં લીને તમામ પાંચ જજોને 10-10 પોઇન્ટ આપ્યા હતા. પૂજાને પહેલા રાઉન્ડમાં પ્રત્યેક જજે 9-9 પોઇન્ટ આપ્યા. જ્યારે ત્રીજા રાઉન્ડમાં 4 જજોએ પૂજા 9-9 અને એક જજે 8 પોઇન્ટ આપ્યા હતા. આવી રીતે નંબર-1 સીડ લીએ આ બાઉટ 5-0થી પોતાને નામ કર્યું હતું.ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) પોતાના અડધા સફર પર આવી ચૂકી છે. હવે આ ખેલ મહાકૂંભની અડધી સફર બાકી છે. ભારતીય ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિકના અડધા સફરમાં અત્યાર સુધી બે મેડલ પાક્કા કરી લીધા છે.
[ad_2]
Source link