Latest News
ગંદકી વિરુદ્ધ મુંબઈનો જાગૃત અવાજ: માત્ર ૨૮ મહિનામાં ૨૭,૬૩૪ ફરિયાદો, ૮૯ ટકા ઉકેલ – BMCની ગાર્બેજ હેલ્પલાઇન બની સફાઈની નવી શક્તિ મેટલ, પાવર અને ઑઇલ-ગૅસ સેક્ટરની દહાડતી આગેવાની હેઠળ શેરબજારમાં તેજીનો ઝંકાર — રોકાણકારોમાં નવી આશા, રિલાયન્સ અને અદાણી જૂથના શૅરો તેજીનું એન્જિન બન્યા “વિશ્વ માટે ભારત એક સ્થિર લાઇટહાઉસ” — પીએમ નરેન્દ્ર મોદીએ મુંબઈ મેરીટાઇમ વીક 2025 માં દેશની દરિયાઈ શક્તિનો કર્યો ગૌરવગાન ધ્રોલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર કેતન ઠક્કરશ્રીની આગેવાની હેઠળ ૨૯માંથી ૨૪ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ — લોકકલ્યાણ માટે જિલ્લાસતરની તત્પરતા! જામનગર મનપામાં ૧૭ સામાન્ય બેઠકો ઘટતાં રાજકીય ભૂકંપ : નવા અનામત રોસ્ટર બાદ અનેક ધુરંધરોના પત્તા કપાશે, ચૂંટણીની નવી ગોટી ગોઠવાઈ! દીકરીનો અધિકાર હવે અખંડિત: ખેતીની જમીન પર પુત્ર જેટલો જ હક્ક – ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, નીચલી અદાલતનો આદેશ રદ કરી દીકરીના અધિકારને નવો ન્યાયિક સંરક્ષણ

રાધનપુર શહેરનાં વોર્ડ નં-૧માં પડતર પ્રશ્નોનો નિકાલ લાવવા બાબત લેખિત રજુઆત..

રાધનપુર શહેરનાં વોર્ડ નં-૧માં પડતર પ્રશ્નોનો નિકાલ લાવવા બાબત લેખિત રજુઆત..

રોડ રસ્તા, લાઈટ અને ગટર તેમજ સાફ સફાઈનો અભાવ જણાતા પાલિકાના ચીફ ઓફિસર સહીત પ્રમુખ ને રજુઆત…

રાધનપુર શહેરનાં વોર્ડ નં-૧માં પડતર પ્રશ્નોનો નિકાલ પાટણ જીલ્લાના રાધનપુર શહેરમાં આવેલ વોર્ડ નં-૧માં નગરપાલિકા હદમાં આવેલ વિસ્તારમાં ઘણા સમયથી રજુઆતો કરેલ હોવા છતાં હજુ સુધી પડતર પ્રશ્નોના નિકાલ આવેલ નથી. ત્યારે આ વોર્ડ નગરના છેવાડે આવેલ હોવાથી પબ્લીકની અવરજવર વધારે થતી હોવાથી રોડ રસ્તા, લાઈટ અને ગટર તેમજ સાફ સફાઈનો અભાવ પણ જોવા મળે છે. જેને લઈને પાલિકાના સદસ્ય જયાબૅન ઠાકોર દ્વારા રજુઆત કરવામાં આવી છે. લેખિત માં દર્શાવ્યા મુજબ રાધનપુર વિસ્તારમાં રૂપાસરા (પ્રાથમિક શાળા)- જ્યાં ૩૫ વર્ષથી લાઈટનો અભાવ છે તો અંધાર પટમાં રહેતા રહીશોને લાઈટના થાંભલા તેમજ મીટરની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું. તેમજ જૈન ટોકીઝ નાના ઠાકોરવાસથી મોટાઠાકોરવાસ ઠાકોર ભુરાભાઈ જગુભાઈના ઘર સુધીનો અધુરો રોડ પૂર્ણ કરી આપવા બાબતે રજૂઆત અને ઠાકોરવાસમાં રોડ પર આવેલ મોટી ખુલ્લી ગટરો હોવાથી કોઈ ઘટિત ઘટના ના ઘટે એ હેતુસર સત્વરે ખુલ્લી ગટરોને ઢાંકવા રજુઆત કરી છે. રાધનપુર નાં મોટાપીરની દરગાહથી અર્ગોસર તળાવ અને જાપટપરા સુધી ઘણા સમયથી ભૂગર્ભ ગટરની સાફ સફાઈ થયેલ ના હોવાથી સતત ગટરના ગંદા પાણી રોડ પર ૨૪ કલાક ફરતા જોવા મળે છે જેના હિસાબે લોકોમાં માંદગી પણ જોવા મળી રહેલ છે તો આ વિસ્તરમાં સત્વરે ગટર સાફ સફાઈ અને સમારકામ કરાવી નિવારણ લાવવા રજુઆત કરવામાં આવી છે.આમ આ વિસ્તારમાં નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ હોવાથી સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ફરજ સમજી પાલિકા નાં સદસ્ય જયાબેન ઠાકોરે પાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ ને રજુઆત કરી હતી અને લેખિતમાં આપેલ રજૂઆતને ધ્યાને લઇ સત્વરે નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
રાધનપુર શહેરનાં વોર્ડ નં-૧માં પડતર પ્રશ્નોનો નિકાલ

 

પાટણ જીલ્લાના રાધનપુર શહેરમાં આવેલ વોર્ડ નં-૧માં નગરપાલિકા હદમાં આવેલ વિસ્તારમાં ઘણા સમયથી રજુઆતો કરેલ હોવા છતાં હજુ સુધી પડતર પ્રશ્નોના નિકાલ આવેલ નથી. ત્યારે આ વોર્ડ નગરના છેવાડે આવેલ હોવાથી પબ્લીકની અવરજવર વધારે થતી હોવાથી રોડ રસ્તા, લાઈટ અને ગટર તેમજ સાફ સફાઈનો અભાવ પણ જોવા મળે છે. જેને લઈને પાલિકાના સદસ્ય જયાબૅન ઠાકોર દ્વારા રજુઆત કરવામાં આવી છે.

લેખિત માં દર્શાવ્યા મુજબ રાધનપુર વિસ્તારમાં રૂપાસરા (પ્રાથમિક શાળા)- જ્યાં ૩૫ વર્ષથી લાઈટનો અભાવ છે તો અંધાર પટમાં રહેતા રહીશોને લાઈટના થાંભલા તેમજ મીટરની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું. તેમજ જૈન ટોકીઝ નાના ઠાકોરવાસથી મોટાઠાકોરવાસ ઠાકોર ભુરાભાઈ જગુભાઈના ઘર સુધીનો અધુરો રોડ પૂર્ણ કરી આપવા બાબતે રજૂઆત અને ઠાકોરવાસમાં રોડ પર આવેલ મોટી ખુલ્લી ગટરો હોવાથી કોઈ ઘટિત ઘટના ના ઘટે એ હેતુસર સત્વરે ખુલ્લી ગટરોને ઢાંકવા રજુઆત કરી છે.

રાધનપુર નાં મોટાપીરની દરગાહથી અર્ગોસર તળાવ અને જાપટપરા સુધી ઘણા સમયથી ભૂગર્ભ ગટરની સાફ સફાઈ થયેલ ના હોવાથી સતત ગટરના ગંદા પાણી રોડ પર ૨૪ કલાક ફરતા જોવા મળે છે જેના હિસાબે લોકોમાં માંદગી પણ જોવા મળી રહેલ છે તો આ વિસ્તરમાં સત્વરે ગટર સાફ સફાઈ અને સમારકામ કરાવી નિવારણ લાવવા રજુઆત કરવામાં આવી છે.આમ આ વિસ્તારમાં નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ હોવાથી સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ફરજ સમજી પાલિકા નાં સદસ્ય જયાબેન ઠાકોરે પાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ ને રજુઆત કરી હતી અને લેખિતમાં આપેલ રજૂઆતને ધ્યાને લઇ સત્વરે નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

આવા ને આવા નવા નવા ન્યુસ જાણવા માટે અમારી વેબસાઇટને વિઝિટ કરો સમયસંદેશન્યુસ

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?