યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર

જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે હાજર
જામનગર તા.09 મે, જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઝાલા, ચીફ ફાયર ઓફિસર શ્રી કે.કે.બીશ્નોઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલની યુદ્ધની પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે.તેમજ તેઓ દ્વારા પળેપળની માહિતી મેળવીને પરિસ્થિતિનું આકલન કરવામાં આવી રહ્યું છે.
આ અંગે માહિતી આપતા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં જિલ્લાના લોકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમામ જરૂરી પગલાં ભરી રહ્યું છે.સાથે જ તેમણે લોકોને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી ન ભરમાવા તેમજ તંત્ર દ્વારા અપાતી સત્તાવાર માહિતીને અનુસરવા અનુરોધ કર્યો હતો.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર લોકોને શાંતિ અને સલામતી જાળવવા માટે સહકાર આપવા વિનંતી કરે છે. કોઈપણ તાત્કાલિક માહિતી અથવા સહાયતા માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 0288-2553404 પર સંપર્ક કરી શકાશે.
આવા ને આવા નવા સમાચાર જાણવા માટે આત્યારે જ સમયસંદેશન્યુસ વેબસાઇટને વિઝિટ કરો.
