Latest News
જામનગરમાં સિંધી સમાજનો આક્રોશ: અમદાવાદના નયન સંતાણી હત્યા કાંડ સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર જામનગરમાં ગણેશચતુર્થી-૨૦૨૫ અને નેશનલ સ્પોર્ટ્સ ડેની વિશાળ ઉજવણી: શ્રેષ્ઠ ગણેશ પંડાલ માટે ૫ લાખનો પ્રથમ પુરસ્કાર, ત્રણ દિવસીય રમતોના આયોજનો સાથે કલેક્ટર અને કમિશ્નરશ્રીની અપીલ મોરવા–કબીરપુર માર્ગ પર ખાડા અને ઝાડી–ઝાંખરાનો કંટાળો : ગામલોકો તંત્રની કાર્યવાહી માગે છે બીકેસીમાં પડેલા ખાડાઓએ વધારી ચિંતા : મુસાફરો માટે જોખમ, તંત્ર સામે ઉઠી તાત્કાલિક પગલાં લેવાની માંગ ભાંડુપમાં ખુલ્લા વીજ વાયરથી 17 વર્ષના યુવાનનું મોત : ચેતવણી રૂપ ઘટના CCTVમાં કેદ મુંબઈમાં યલો એલર્ટ વચ્ચે પ્રચંડ વરસાદ: છેલ્લાં પાંચ વર્ષમાં ઓગસ્ટ મહિનાનું બીજું સૌથી ભારે વરસાદ, શહેરમાં ભયંકર ખલેલ

હારીજની શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપ લાઇનનું જોડાણ કરવા રજુઆત

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો

હારીજની શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપ લાઇનનું જોડાણ કરવા રજુઆત

હારીજની શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપ લાઇનનું જોડાણ કરવા રજુઆત
હારીજની શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપ લાઇનનું જોડાણ કરવા રજુઆત

 

હારીજ બેચરાજી બાયપાસ રોડ પર આવેલી શિવવિલા સોસાયટીમાં વર્ષોવર્ષ ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા હોઇ રહીશોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડતી હોય છે.જે સમસ્યા હલ કરવા 20 દિવસ અગાઉ પાલિકામાં રજુઆત કરવામાં આવી હતી પણ હજુ સમસ્યા હલ નહીં થતા સોસાયટીના રહીશો સત્વરે ભૂગર્ભ પાઇપ લાઈનમાં વરસાદી પાણી નિકાલ નું આયોજન કરે તે જરૂરી બન્યું છે.

હારિજના ઝાપટપુરથી જલિયાણ ચોકડી થી શીવવિલા સોસાયટીમાં અગાઉ ગટર લાઈનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કોન્ટ્રાકટર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની ચેમ્બર બનાવી હતી જે ચેમ્બર માટી નાખીને બુરાણ કરી દેવામાં આવી છે. હાલના સમયે હવામાન ખતાની આગાહીના પગલે કમોસમી વરસાદ પડતા ચોમાસા પહેલાજ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ છે.તેમજ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ બંધ થઇ જતા.શિવવિલા સોસાયટીના રહીશોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

શિવવીલા સોસાયટીના રહીશોએ 20 દિવસ અગાઉ પણ પાલિકા ને લેખિત રજુઆત કરી હતી.તેમજ આજદિન સુધી શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ ચેમ્બર કોઈ કામમાં આવી નથી .તો સત્વરે તાત્કાલિક ધોરણે વરસાદી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે એવી શિવવિલા સોસાયટી ના રાહીશોની માંગ ઉઠી છે.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?