મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે.જેગોડાએ રકતદાન કરી અન્ય અધિકારી/ કર્મચારીઓને રકતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી,રક્તદાન કેમ્પમાં જિલ્લાના મહેસુલી કર્મચારીઓ અને પંચાયત સહિત અન્ય વિભાગના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું
મહેસાણા, ૧૩ મે ૨૦૨૫, મંગળવાર પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્યમાં અનેક જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાઇ રહ્યા છે ત્યારે આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસાણા ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે.જેગોડાએ રકતદાન કરી અન્ય અધિકારી/ કર્મચારીઓને રકતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. આ રક્તદાન કેમ્પમાં જિલ્લાના મહેસુલી કર્મચારીઓ તથા પંચાયત સહિત અન્ય વિભાગના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.
આ અંગે વાત કરતા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ડૉ. ગોપી પટેલે જણાવ્યું હતું કે પ્રવર્તમાન સ્થિતિમાં આરોગ્યલક્ષી સેવાઓ સારી રીતે પૂરી પાડી શકાય તે માટે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસુલ, પંચાયત સહિત અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ સ્વૈચ્છિક રક્તદાન કરી શકે તે માટે કલેક્ટર કચેરી ડિઝાસ્ટર શાખા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે છેલ્લા ચાર પાંચ દિવસમાં જિલ્લામાં વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પો યોજાઇ રહ્યા છે.વિસનગર, બહુચરાજી અને મહેસાણામાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પોમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આજે પણ સરકારી કર્મચારીઓ અધિકારીઓ સ્વૈચ્છિક રક્તદાન કરી રહ્યા છે.
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.
