Latest News
‘હર કામ દેશના નામ’ના સંદેશ સાથે ગાંધીનગરમાં ઓપરેશન સિંદૂર પર નવમું ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોં PVC વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાન યોજાશે. બેટ દ્વારકાની 62 નંબર બેઠક ખાતે શ્રી ગુંસાઈજી 511મા પાટોત્સવની ભવ્ય ઉજવણી, 56 ભોગ અન્નકુટ દર્શનથી વૈષ્ણવ ભાવવિભોર જામનગરમાં ત્રણ ચોરાઉ મોટરસાઇકલ સાથે એક ઝડપાયો, LCB પોલીસે ₹75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. MULE HUNT” ઓપરેશનમાં વારાહી પોલીસની મોટી કાર્યવાહી: રૂ.67.61 લાખની સાયબર છેતરપીંડીનો પર્દાફાશ, મ્યુલ એકાઉન્ટ ચલાવનારાઓ પોલીસના રડારમાં. અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે નવનિર્મિત વિકેટોના ઉદ્ઘાટન સાથે જામનગર ક્રિકેટને નવી દિશા – BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઈ શાહે વ્યક્ત કર્યો વિશ્વાસ. મહારાષ્ટ્રના સોલાપુર હાઇવે પર પેટ્રોલ ટેન્કર પલટી જતાં ભીષણ આગ.

જામનગર જિલ્લાની અંડર 14 બહેનોની ટીમ ચેમ્પિયન બની

જામનગર જિલ્લાની અંડર 14 બહેનોની ટીમ ચેમ્પિયન બની

સ્ટેટની ખેલમહાકુંભ ફૂટબોલ સ્પર્ધા કે જે તારીખ 9 થી 13 દરમ્યાન ગોધરા સપોર્ટ કોમ્પલેક્ષ ખાતે યોજાઈ હતી, એમાં જામનગર જિલ્લાની અંડર 14 બહેનોની ટીમ ચેમ્પિયન બની છે.

જામનગર જિલ્લાની અંડર 14 બહેનોની ટીમ ચેમ્પિયન બની
જામનગર જિલ્લાની અંડર 14 બહેનોની ટીમ ચેમ્પિયન બની

પ્રથમ મેચમાં તાપી સામે 11 ગોલથી, બીજા મેચમાં પાટણ સામે 1 ગોલથી, ત્રીજા મેચમાં બરોડા સામે 2 ગોલથી અને સેમિફાઇનલમાં વલસાડ સામે 4 ગોલથી મેચો જીતીને આપણી બાળાઓએ ખૂબ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું.

ત્યારબાદ ફાઇનલમાં બનાસકાંઠા સામે એક એક ગોલથી મેચ બરાબરી ઉપર રહેતા, પેનલ્ટી શૂટ આઉટમાં 3-2 ગોલથી જામનગર ટીમ ચેમ્પિયન બનેલ છે.

કાલાવડની DLSS ની આ નાની નાની છોકરીઓએ ગુજરાત રાજ્યમાં, ખેલમહાકુંભમાં ચેમ્પિયનશીપ મેળવીને, જામનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે. આની પાછળ કોચ શ્રી આદિત્ય પીપરિયાએ ખૂબ જહેમત ઉઠાવી છે. વિજેતા ટીમને જામનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન ના પ્રમુખ શ્રી ધનરાજભાઈ નથવાણી, અને સેક્રેટરી શ્રી આનંદભાઈ માડમે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવ્યા છે. સાથે સાથે સાંસદ બેનશ્રી પૂનમબેનએ પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

rajesh rathod
Author: rajesh rathod

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?