Samay Sandesh News
અન્ય

Gujarat Board Announces Standard 12 General Stream Result

[ad_1]

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. બોર્ડે સત્તાવાર વેબસાઈટ result.gseb.org પર પરિણામ જાહેર કર્યું છે. સવારે આઠ કલાકે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ ચાર લાખ 10 હજાર નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે. નિયમિત વિદ્યાર્થીઓનું સ્કૂલોએ કરેલ મૂલ્યાંકનના આધારે બોર્ડે પરિણામ તૈયાર કર્યું છે. બોર્ડની વેબસાઈટ પરથી સ્કૂલોના ઈંડેક્ષ નંબરના આધારે પરિણામ જોઈ શકાશે.ધોરણ 12 સામાન્ય પ્રવાહનું માસ પ્રમોશનના કારણે 100 ટકા પરિણામ આવ્યું છે. 4 લાખ 127 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં 691 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 9 હજાર 455 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મેળવ્યો. C1 ગ્રેડ મેળવનારા એક લાખ 29 હજાર 781 વિદ્યાર્થીઓ છે. જ્યારે C2 ગ્રેડ મેળવનારા એક લાખ આઠ હજાર 299 વિદ્યાર્થીઓ છે. જ્યારે 5 હજાર 885 વિદ્યાર્થીઓને E1 અને 28 વિદ્યાર્થીઓને E2 ગ્રેડ મેળ્યો.રાજકોટમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. 231 વિદ્યાર્થીઓએ રાજકોટમાં A1 ગ્રેડ મેળવ્યો. જ્યારે સુરતમાં 187 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ નિયમિત વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરેલ હતા. જેના આધારે બોર્ડે નિયમિત વિદ્યાર્થીઓનું પરિમાણ તૈયાર કરેલ છે. શાળાઓ પરિણામ ઈંડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગઈન કરીને ડાઉનલોડ કરી શકેશ. શાળાઓએ વિદ્યાર્થીઓને ગુણપત્રકની નકલ આપી પરિણામની જાણ કરવાની રહેશે. ધોરણ 10 અને 12ના નિયમિત વિદ્યાર્થઈઓના પરિણામ જાહેર જાહેર થઈ જતા હવે ખાનગી અને રિપીટરો વિદ્યાર્થીઓની મૂલ્યાંકન કામગીરી ઝડપથી પૂર્ણ કરી તેના પણ પરિણામો સત્વરે જાહેર થશે.99થી વધારે percentile Rank મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 3999 જ્યારે 98થી વધારે percentile Rank મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 8007 છે. 96થી વધારે percentile Rank મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 16167 છે. 94થી વધારે percentile Rank મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 24043 છે. 92થી વધારે percentile Rank મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 32478 છે. 

[ad_2]

Source link

Related posts

સુત્રાપાડાના કોમ્યુનિટી હોલ ખાતે ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની બેઠક યોજાઈ

samaysandeshnews

બજાર ભાવ: એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલ ઢીલું

cradmin

Election: જામનગરમાં મતદાર જાગૃતિ અને કેળવણી અંતર્ગત દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૨નું આયોજન કરાયું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!