Latest News
સ્વ. વિજય રૂપાણીની અંતિમયાત્રા પર વિવાદ: પરિવાર પાસેથી ખર્ચ વસૂલ્યો હોવાના દાવા સામે રાજકીય ભૂકંપ મુંબઈમાં ઐતિહાસિક જૈન રથયાત્રા : વિશ્વશાંતિ, શ્રદ્ધા અને એકતાનો અનોખો મહોત્સવ ✨ નાગપુરમાં વિકાસનો નવો માઇલસ્ટોન: રૂ. 191 કરોડના ખર્ચે જ્ઞાનયોગી ડૉ. શ્રીકાંત જીચકર ફ્લાયઓવરનું લોકાર્પણ, ટ્રાફિક જામ અને અકસ્માતોથી રાહત શ્રીરામકથા મહોત્સવમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરી: મોરારીબાપુની વાણીમાં સંયમ, બલિદાન અને તપસ્યાનો સંદેશ અનન્યા પાંડેનો ગ્લૅમરસ અવતાર: ડિઝાઇનર ગાઉનમાં છવાઈ ગયેલી યુવા સ્ટાર યવતમાળમાં ‘આદિ કર્મયોગી અભિયાન’ અને વિકાસ કાર્યોનો ભવ્ય ઉદ્ઘાટન: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં લોકકલ્યાણનો મંગલપ્રયાસ

સફેદી રેતી નો કાળો કારોબાર રોકવામાં તાલુકા વહીવટી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે?

ડેમલી ગામ પાસે જિલ્લા ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર ની ટીમે બે ટ્રેક્ટર રેતી ભરેલા પકડી પાડ્યા .

સફેદી રેતી નો કાળો કારોબાર રોકવામાં તાલુકા વહીવટી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે?

સફેદી રેતી નો કાળો કારોબાર રોકવામાં તાલુકા વહીવટી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે?
સફેદી રેતી નો કાળો કારોબાર રોકવામાં તાલુકા વહીવટી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે?

 

ડેમલી ગામ પાસે જિલ્લા ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર ની ટીમે બે ટ્રેક્ટર રેતી ભરેલા પકડી પાડ્યા . એક ટ્રેક્ટર નો ચાલક નંબર પ્લેટ વગર નુ ટ્રેક્ટર લઈને ભાગી જતા પોલીસ સ્ટેશન ખાતે ખનીજ વિભાગ દ્વારા આ મામલે અરજી આપી .પોલીસ સ્ટેશન ખાતે અરજી આપતા નંબર પ્લેટ વગરનું ટ્રેકટર તાલુકા સેવા સદન ખાતે ટ્રેક્ટરનો માલિક ખનીજ વિભાગને સોંપવા આવ્યો .તાલુકા પંથકમાં નંબર પ્લેટ વગરના રેતી ભરેલા વાહનોની અવરજવર વધી હોવાથી આર.ટી.ઓ ના નિયમોનું પાલન માત્ર કાગળ ઉપર..

શહેરા ના ડેમલી ગામ પાસે જિલ્લા ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર ની ટીમે બે ટ્રેક્ટર રેતી ભરેલા પકડી પાડ્યા હતા જોકે એક ટ્રેક્ટર નો ચાલક નંબર પ્લેટ વગરનું ટ્રેક્ટર લઈને ભાગી જતા પોલીસ સ્ટેશન ખાતે ખનીજ વિભાગ દ્વારા આ મામલે અરજી આપતા ટ્રેક્ટર તાલુકા સેવા સદન ખાતે માલિક દ્વારા ખનીજ વિભાગ ને સોંપવામાં આવ્યુ હતુ. જોકે તાલુકા પંથકમાં સફેદી રેતી નો કાળો કારોબાર રોકવામાં તાલુકા વહીવટી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે?

શહેરા તાલુકાના ડેમલી ગામ તેમજ આજુબાજુના ગામોમાં દિન પ્રતિદિન કુણ નદી, તળાવ તેમજ કોતરમાંથી સફેદ રેતી કાઢીને તેનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાની બુમો ઉઠવા પામી હતી. જોકે ખનીજ ચોરી અટકે તે માટે જિલ્લા ખનીજ વિભાગ ના માઇન્સ સુપરવાઇઝર કમલેશ આલ સહિતની ટીમ તાલુકાના વિસ્તારમાં નીકળ્યા હતા. જ્યારે ડેમલી ગામ પાસે ખનીજ વિભાગ એ બે રેતી ભરેલા ટ્રેક્ટર પકડી પાડવામાં આવ્યા હતા ત્યારે એક ટ્રેક્ટરનો ચાલક ટ્રેક્ટર લઈને નાસી ગયો હતો.ખનીજ વિભાગે એક ટ્રેક્ટરને તાલુકા સેવા સદન ખાતે મૂકીને પોલીસ સ્ટેશન ખાતે ભાગી ગયેલ ટ્રેકટર ના ચાલક સામે કાર્યવાહી થાય તે માટે અરજી આપવામાં આવી હતી. જોકે પોલીસ સ્ટેશન ખાતે ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર એ કાર્યવાહી થાય તે માટે અરજી આપતા ટ્રેક્ટરના માલિક દ્વારા તાલુકા સેવા સદન ખાતે ખનીજ વિભાગ ને ટ્રેક્ટર સોંપવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છેકે નંબર પ્લેટ વગર રેતી ભરેલ ટ્રેકટરને ખનીજ વિભાગ કાર્યવાહી કરતું હોય ત્યારે પોલીસ તંત્ર એ પણ આરટીઓના નિયમ મુજબ ખનીજ વહન કરતા વાહનોના ચાલક પાસે લાયસન્સ , વાહનો વીમો તેમજ નિયમોનું પાલન થાય છેકે નહીં તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ પરંતુ પોલીસ તંત્ર દ્વારા કે ટ્રાફિક વિભાગ દ્વારા આ બાબતને કોઈ જ ગંભીરતાથી હજુ સુધી લેવામાં આવી રહી ન હોવાથી નંબર પ્લેટ વગરના ખનીજ ભરેલ ટ્રેક્ટર સહિતના વાહનો અને ઓછી ઉંમર હોવા છતાં ટ્રેક્ટર ચલાવતા છોકરાઓ જોવા મળતા હોય છે. કુણ નદી સહિત તાલુકામાં આવેલી અન્ય નદીમાં મોટા પાયે ગેરકાયદે ખનન સામે તાલુકા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવતા સફેદ રેતી નો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવા સાથે ખનીજ ચોરોને ઘી કેળા થઈ જવા સાથે મસ મોટી રકમ કમાઈ રહ્યા છે.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

 

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?