Samay Sandesh News
સ્પોર્ટ્સ

ICC T-20 World Cup: ઝહીરખાને ટી-20 વર્લ્ડકપ માટે જાહેર કરી ભારતની ટીમ, આ સ્ટાર બેટ્સમેનનો ના કર્યો સમાવેશ, જાણો શું આપ્યું કારણ ?

[ad_1]

નવી દિલ્હીઃ આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2021ને શરૂ થવાને આશરે ત્રણ મહિનાની વાર છે. ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડકપમાં ઉતરતાં પહેલા અંતિમ ટી20 ઈન્ટરનેશનલ સીરિઝ રમી ચુક્યું છે. ભારતીય ખેલાડીઓ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આઈપીએલમાં રમશે તે બાદ તરત ટી-20 વર્લ્ડકપ રમાશે.

કયા દિગ્ગજની ન કરી પસંદગી

ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને શ્રીલંકા સામે રમાયેલી ત્રણ મેચની ટી-20 સીરિઝ બાદ 15 સભ્યોની ટીમ પસંદ કરી છે. ઝહીરે આ ટીમમાં શિખર ધવનને સ્થાન આપ્યું નથી. ધવન શ્રીલંકા સામે ટી-20 સીરિઝમાં ખાસ દેખાવ કરી શક્યો નહોતો. તેણે ક્રિકબઝને જણાવ્યું, હું મારી ઈનિંગની શરૂઆત કેએલ રાહુલ અને રોહિત શર્મા સાથે કરાવવા માંગીશ. તે બાદ કોહલી અને સૂર્યકુમાર યાદવ આવશે.

તેણે એમ પણ કહ્યું કે, યુઝવેંદ્ર ચહલે ટીમનો હિસ્સો બનવું જોઈએ અને વરૂણ ચક્રવર્તી કે વોશિંગ્ટન સુંદરને તેમના પાર્ટનર સ્પિનર તરીકે ટીમમાં સામેલ કરવા જોઈએ. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા સ્પિન ઓલરાઉન્ડર તરીકે ટીમનો હિસ્સો રહેશે. હું ચહલને લીડ લેગ સ્પિનર તરીકે પસંદ કરીશ, જ્યારે રાહુલ ચહર તેના બેક અપ તરીકે રહેશે.

ટી-20 વર્લ્ડકપ માટે ઝહીર ખાને પસંદ કરેલી 15 સભ્યોની ટીમ

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, દીપક ચાહર, યુઝવેંદ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, રાહુલ ચાહલ, ટી નટરાજન-ભુવનેશ્વર કુમાર, વોશિંગ્ટન સુંદર-વરૂણ ચક્રવર્તી   

પાકિસ્તાનની હલકટાઈઃ POKમાં રમાડશે કાશ્મીર પ્રીમિયમ લીગ, જાણો કઈ ટીમો રમશે ને કોણ છે કેપ્ટન ?

રાજકીય રીતે અને બીજા કેટલાક પાસાઓમાં દુનિયામાં ભારત અને પાકિસ્તાન એકબીજાના કટ્ટર દુશ્મન ગણાય છે. આ હવે ક્રિકેટની દુનિયામાં પણ ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના સંબંધો રહ્યાં નથી, કોઇ દ્વીપક્ષીય સીરીઝ રમાઇ નથી માત્રને માત્ર આઇસીસી ઇવેન્ટમાં જ બન્ને દેશો એકબીજા સામે ટકરાતા જોવા મળે છે. રિપોર્ટ છે કે હવે પાકિસ્તાન વધુ હલકટાઇ પર ઉતરી આવ્યુ છે અને પાકિસ્તાનના કબજા વાળા પીઓક એટલે પાકિસ્તાન ઓક્યૂપાય કાશ્મીરમાં કાશ્મીર પ્રીમિયર લીગ નામની ક્રિકેટ લીગ શરૂ કરવા જઇ રહ્યુ છે. કાશ્મીર પ્રીમિયર લીગ એ ટી20 ટૂર્નામેન્ટ છે અને અહીં રમાશે જેથી બન્ને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) આ માટે કેટલાક વિદેશી ખેલાડીઓને પણ સાઇન કન્ટ્રાક્ટ કર્યા છે. આ લીગની શરૂઆત આગામી 6 ઓગસ્ટથી થઇ રહી છે. અને સ્ટાર દક્ષિણ આફ્રિકન ક્રિકેટર હર્ષલ ગિબ્સ ઓવરસીઝ વૉરિયર્સ ટીમનો ભાગ છે. આ લીગમાં કુલ 6 ટીમો ભાગ લઇ રહી છે. આમાં પાકિસ્તાનના હાલના અને પૂર્વ ખેલાડીઓ કેપ્ટન તરીકે ભાગ લઇ રહ્યાં છે. આ ટીમોના કેપ્ટન તરીકે શાહિદ આફ્રિદી, મોહમ્મદ હાફિઝ, શોએબ મલિક, ફકર જમાન, શદાબ ખાન અને ઇમદ વસીમ સામલે છે. આ ક્રિકેટ લીગને લઇને પૂર્વ આફ્રિકન સ્ટાર હાર્ષલ ગીબ્સે ભારતીય ક્રિકેટ બોર્ડને આડેહાથે લઇને ગુસ્સો ઠાલવ્યો છે. ગીબ્સે બીસીસીઆઇ પર રાજકીય એજન્ડા અંતર્ગત ખેલાડીઓ અને કાશ્મીર પ્રીમયર લીગને લઇને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.

[ad_2]

Source link

Related posts

Ind Vs Eng Prithvi Shaw And Suryakumar Not Likely To Be Part Of Team In First Two Test In England

cradmin

Women’s Hockey, India Win: હોકીમાં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત, ક્વાર્ટર ફાઈનલમાં જવાની આશા જીવંત

cradmin

શ્રીલંકાએ આ ત્રણ સ્ટાર ક્રિકેટરો પર કેમ લગાવ્યો એક વર્ષનો પ્રતિબંધ ? જાણો શું છે મામલો

cradmin

Leave a Comment

error: Content is protected !!