[ad_1]
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ઈતિહાસ રચ્યો છે. સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સિંધુએ પ્રથમ ગેમ 21-13થી જીતી લીધી છે. બીજી ગેમ પણ પીવી સિંધુએ 21-15થી જીતી બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. સિંધુ ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ભારત માટે ઓલિમ્પિકમાં આ બીજો મેડલ છે. સિંધુની આ ઉપલબ્ધિ સમગ્ર દેશમાં ખુશીને લહેર છે.
#TokyoOlympics: Indian shuttler PV Sindhu wins bronze medal after defeating China’s He Bingjiao 21- 13, 21-15 in women’s singles matchIndia now has two medals (1 silver & 1 bronze) in the ongoing Olympics. Earlier, weightlifter Mirabai Chanu bagged silver medal in the Games. pic.twitter.com/UNdOfTBuSP
— ANI (@ANI) August 1, 2021
ટોક્યો ઓલિમ્પિકમાં પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે રવિવારે બ્રોન્ઝ મેડલ મુકાબલામાં ચીની ખેલાડીને હરાવીને આ ઉપલબ્ધિ હાંસિલ કરી છે. સિંધુ ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ભારત માટે ઓલિમ્પિકમાં આ બીજો મેડલ છે. સિંધુની આ ઉપલબ્ધિ સમગ્ર દેશમાં ખુશીને લહેર છે. સિધુએ આ મેચમાં શરુઆતથી જ દબદબો બનાવી રાખ્યો હતો અને પ્રથમ સેટમાં ચીની ખેલાડીને 21-13થી હરાવીને પકડ મજબૂત કરી હતી. બાદમાં તેણે શાનદાર પ્રદર્શન કરતા મેડલ પોતાના નામે કર્યો છે.
બોક્સર સતીશ કુમાર હેવીવેઇટમાં વિશ્વના નંબર વન જલોલોવ બખોદિરી સામે હાર્યા બાદ મેડલની રેસમાંથી બહાર થઈ ગયો છે. ઉઝબેકિસ્તાનના જલોલોવ બખોદિરીને પ્રથમ રાઉન્ડમાં તમામ જજોએ 10-10 અંક આપ્યા હતા. જ્યારે, બીજા રાઉન્ડમાં પણ નિર્ણય બકોદિરીની તરફેણમાં હતો. તેણે ત્રીજા રાઉન્ડમાં પણ સરળતાથી જીત મેળવી હતી.
રિયો ઓલિમ્પિકની ચેમ્પિયન આર્જેન્ટિનાની હોકી ટીમ મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીએ આર્જેન્ટિનાને 3-1થી હરાવ્યું હતું. બીજી ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડ્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
[ad_2]
Source link