Samay Sandesh News
ગુજરાત

રૂપાણી સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ ક્યા હોદ્દા પરથી આપ્યું રાજીનામું ?

[ad_1]

અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખની જવાબદારીમાંથી કુંવરજી બાવળીયા  મુક્ત થયા છે.  3 કાર્યકાળ પુર્ણ થયા બાદ કોરોનાના કારણે એક વર્ષનું એક્સ્ટેશન અપાયુ હતું.  એક્સટેશનનો સમયગાળો પુર્ણ થતા પ્રમુખ પદ માટે ફરી દાવેદારી નોંધાવી નહોતી.  કોળી સમાજની અજમેર ખાતે મળેલી રાષ્ટ્રીય કાર્યકારણીમાં હાજર  નહોતા રહ્યા. 

રુપાણી સરકારમાં મંત્રી કુંવરજી બાવળીયાએ અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ  પદ પરથી રાજીનામું આપ્યું છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ટ્વિટ કરતા કહ્યું, અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્ત થવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રીની જવાબદારી અને સ્થાનિક લોકસેવાના કાર્યોમાં વ્યસ્ત હોવાના કારણે રાષ્ટ્રીય સંગઠનને અન્ય ઉચિત સદસ્યને પ્રમુખ પદ પર નિયુક્ત કરવા માટે નમ્ર નિવેદન કરુ છું. 

ગુજરાત ભાજપમાં મોટો ફેરફાર

ગુજરાત ભાજપમાં બહુ મોટો ફેરફાર કરાયો છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં બે દાયકાથી કામ કરતા ભીખુભાઈ દલસાણિયાને હટાવી દેવાયા છે. ભીખુભાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની  ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે.  ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમાયેલા રત્નાકર આ પહેલાં બિહારમાં ભાજપના સંગઠન મહામંત્રી તરીકે કામ કરતા હતા. 

 

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રીપદેથી ભીખુભાઈ દલસાણિયાની વિદાયે ભાજપના નેતાઓને પણ ચોંકાવી દીધા છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી એટલે કે બે દાયકા કરતાં પણ વધારે સમયથી ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે કામ કરનારા દલસાણિયા મોદીના વિશ્વાસુ મનાતા હતા પણ તેમને હટાવી દેવાયા છે. દલસાણિયાને રાષ્ટ્રીય સંગઠનમાં મોટી જવાબદારી સોંપાય એવી શક્યતા છે. 
 
મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયાના વતની એવા અને હાલ બિહાર સંગઠનના સહસંગઠન મહામંત્રી તરીકે કાર્યરત એવા રત્નાકરને પ્રદેશ ભાજપ સંગઠનના નવા મહામંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રત્નાકરની નિયુક્તિ પર ભીખુભાઈ દલસાણીયાએ પણ ટ્વિટરના માધ્યમથી રત્નાકરને અભિનંદન પાઠવ્યા છે. ભીખુભાઈ દલસાણીએ ટ્વિટર કરીને લખ્યુ કે માનનીય શ્રી રત્નાકરજીને ગુજરાતના સંગઠન મહામંત્રી નિયુક્ત થતા સહર્ષ અભિનંદન અને શુભેચ્છા. કેમ કે ભીખુભાઈ લાંબા સમયમાં પાર્ટીની સેવા કરી છે. જબરદસ્ત કુનેહવાળા વ્યક્તિ છે. ત્યારે આવનારા દિવસોમાં ભીખુભાઈને નવી કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

[ad_2]

Source link

Related posts

જુનાગઢ જીલ્લા ભાજપની પુર્ણ દિવસની ટિફિન બેઠક 25 માર્ચ ના રોજ મળશે

samaysandeshnews

ભાવનગર : ચોરીનાં મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

cradmin

સુરત : સુરતમાં મેટ્રોટ્રેનની કામગીરી વચ્ચે વરાછાની સોસાયટી અને ઘરોમાં કાદવની નદી વહી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!