[ad_1]
Maharashtra Lockdown: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હોવા છતાં કેટલાક રાજ્યોમાં ચિંતાની વાત છે. મહારાષ્ટ્રાના કોવિડ-19 સંક્રમણની ચેન તોડવા અહમદનગર જિલ્લાના 17 ગામડાએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું છે. અહમદનગરના પરનેર તાલુકામાં ઈન્ફેકન રેટ ખૂબ ઉંચો છે. તેથી સકુર (માર્કેટ અને બિઝનસે હબ) તથા અન્ય 16 જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, આ ગામડાઓમાં છેલ્લા થોડા દિવસોથી રોજના 30-35 કેસ નોંધાતા હતા. પરંતુ 29 જુલાઈએ કેસની સંખ્યા વધીને 63 થઈ હતી. જેના કારણે તંત્ર દ્વારા સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.મહારાષ્ટ્રમાં શું છે કોરોનાની સ્થિતિમહારાષ્ટ્રમાં હાલ કોરોનાના 82,350 એક્ટિવ કેસ છે, છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 2212નો વધારો થયો છે. જ્યારે 60,94,896 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધારે મૃત્યુ મહારાષ્ટ્રમાં થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,32,948 પર પહોંચ્યો છે.દેશમાં કોરોનાની સ્થિતિદેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા પરંતુ છેલ્લા છ દિવસથી રોજના 40 હજાર કરતાં વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, એટલે કે છેલ્લા છ દિવસમાં બે લાખ 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 40,134 નવા કેસ નોંધાયા હતા અને 36,946 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 442 લોકોના મોત થયા હતા.દેશમાં અત્યાર સુધીમાં કુલ 47 કરોડ 22 લાખ 23 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે 17 લાખ 6 હજાર,598 લોકોનું રસીકરણ કરાયું હતું. દેશમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ વેક્સિન સત્રમાં 2.27 લાખથી વધારે મહિલાઓને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. તમિલનાડુમાં 78 હજારથી વધુ ગર્ભવતી મહિલાઓને રસીના ડોઝ અપાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 46 કરોડ 96 લાખ 45 હજાર 494 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 14,28,984 સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરાયા હતા. કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે લોકો કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તો દેશભરમાં ત્રીજી લહેર આવવાની આશંકા છે.
કુલ કેસઃ 3,16,95,958
એક્ટિવ કેસઃ 4,13,718
કુલ રિકવરીઃ 3,08,57,4671
કુલ મોતઃ 4,24,773
[ad_2]
Source link