Latest News
જામનગરમાં જલારામ જયંતિની ભવ્ય તૈયારી : ભક્તિ, સેવા અને સંસ્કારનો મહોત્સવ જીવંત થવા તૈયાર પાટણ જિલ્લામાં ભર શિયાળે કમોસમી વરસાદે ફેલાવી ચિંતા : અણધાર્યા માવઠાથી ખેડૂતોના પાક અને પશુપાલન પર પડ્યો માઠો પ્રભાવ કમોસમી વરસાદ સામે ગુજરાત સરકાર સતર્ક – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી બેઠક બોલાવી, મંત્રીઓને મેદાનમાં ઉતરવાનો આદેશ “અમે અમારી નાની બહેનને ન્યાય અપાવીને રહીશું” — ડૉ. સંપદા મુંડેના બળાત્કાર અને આત્મહત્યા કાંડમાં ઉગ્ર ચકચાર, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો સખત સંદેશ, આરોપી PSI ગોપાલ બદનેનો સરેન્ડર અને રાજકીય ગરમાવો સરદાર સાહેબની એકતાની પ્રેરણા હેઠળ જામનગરમાં “રન ફોર યુનિટી–૨૦૨૫”નું ભવ્ય આયોજન : ૩૧ ઑક્ટોબરે રણમલ તળાવથી રણજીતનગર સુધી એકતાની દોડ, હજારો લોકો જોડાશે દેશપ્રેમની ઉજવણીમાં જય જય જલારામ! મુંબઈમાં ભવ્ય ધાર્મિક ઉત્સવનો માહોલ: પૂજ્ય જલારામ બાપાની ૨૨૬મી જયંતી નિમિત્તે શહેરભરના મંદિરોમાં ભક્તિભાવની ગુંજ

અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.

અમદાવાદ,  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. ભારતીય સેનાના સાહસ, શૌર્ય અને પરાક્રમ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવતી તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી થયા સહભાગી*

ભારતીય સેનાના અપ્રતિમ સાહસ, શૌર્ય અને પરાક્રમ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવવા દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં અમદાવાદના સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે નળ સરોવર ચોકડીથી એકલિંગજી રોડ પર આવેલા મહારાણા પ્રતાપ સ્ટેચ્યૂ સુધી પદયાત્રા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ યુવાનો અને ગ્રામજનોના ઉત્સાહને આવકાર્યો હતો.

તિરંગા યાત્રામાં અમદાવાદ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકો તથા અધિકારીઓ/કર્મચારીઓ ૬૮૦ મીટર લાંબા ધ્વજ સાથે જોડાયા હતા. આ ઉપરાંત,
મોટી સંખ્યામાં સાણંદ અને આસપાસના વિસ્તારોના પ્રજાજનો, સામાજિક અને રાજકીય અગ્રણીઓએ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થઈને ભારત માતાના જયઘોષથી વાતાવરણને જીવંત બનાવ્યું હતું તથા ભારતીય સેનાના સાહસ અને શૌર્યને વધાવ્યું હતું.

 

તિરંગા યાત્રામાં સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ધંધૂકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, રાજકીય અગ્રણી શૈલેષભાઈ દાવડા, હર્ષદગિરિ ગોસ્વામી, જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

https://www.instagram.com/samay__sandesh/

 

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

“અમે અમારી નાની બહેનને ન્યાય અપાવીને રહીશું” — ડૉ. સંપદા મુંડેના બળાત્કાર અને આત્મહત્યા કાંડમાં ઉગ્ર ચકચાર, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો સખત સંદેશ, આરોપી PSI ગોપાલ બદનેનો સરેન્ડર અને રાજકીય ગરમાવો

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?