Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝદેવભૂમિ દ્વારકા

આપણા સૌરાષ્ટ્રમાં બિરાજમાન નાગેશ્વર જ્યોતર્લિંગ એ શીવજીના 12 જ્યોતિર્લિંગમાથી આઠમુ જ્યોતિર્લિંગ

નાગેશ્વરનો મતલબ નાગોના ઈશ્વર , શ્રી ક્રિષ્નાની દ્વારિકા નગરી થી માત્ર 16 કીમી દુર નાગેશ્વર જ્યોતિર્લિંગ છે કહેવત મુજબ જે શ્રદ્ધાપૂર્વક આ જ્યોતિર્લિંગની ઉત્પતિની કથા સાંભળી અને પૂજા કરે એમના બધા પાપો નષ્ટ થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે અને શીવજીના પવિત્ર સ્થાનમાં સ્થાન મળે છે.

એક સુપ્રિય નામના ખૂબ જ પુણ્યાત્મા હતા જેઓ દિવસ રાત શીવજી ની પૂજમાં વ્યસ્ત રહેતા અને એમની આ ભક્તિને કારણે દારુક નામનો રાક્ષસ ખુબ ક્રોધિત રહેતો એકવાર સુપ્રિયજી ની અને તેમના સાથીઓ ને આ દારૂક રાક્ષસે કેદ કરી લીધા પરંતુ સપ્રિયજી કેદખાનામાં પણ શીવજી ની ભક્તિમાં જ ધ્યાન દેતા અને તેમના સાથીઓને પણ ભક્તિ માર્ગે પ્રેરણા આપતા દારુક રાક્ષસ ને આ ઘટનાથી ખુબજ દુઃખ થયું અને તેમને સુપ્રિયજી અને તેના સાથીઓને મૃત્યુદંડની સજા સંભળાવી , ત્યારે સુપ્રિયજી ની ભક્તિથી મહાદેવ સ્વયમ જ્યોતિર્લીગ ના રૂપમાં પ્રગટ થયા અને સપ્રિયજીને પોતાનું પશુપતિ અસ્ત્ર આપ્યું જેનાથી તેઓએ દારુક રાક્ષસનો અંત કર્યો .


આ રીતે નાગો ની ભુમી મા ભગવાન શીવજી સ્વયમ પ્રગટ થયા હોવાથી આ જ્યોતિલીંગ ને નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે ઓળખવા મા આવ્યું રૂદ્ર સંહિતામાં આ ભગવાનને દારૂકાવને નાગેશ કહેવામાં આવ્યા છે
આ મંદિરનો પુનરોદ્ધાર ગુલશન કુમાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1.25 કરોડના ખર્ચે કરવામાં આવ્યો . મંદિરની બાજુમાં ભગવાનની ધ્યાનસ્થ મુદ્રામાં 125 ફૂટ ઉંચી અને 25 ફૂટ પહોળી મૂર્તિ પણ છે

 

Related posts

રાજકોટ જિલ્લા ના ધોરાજીની તાલુકા શાળા નંબર 2 માં વિદ્યાર્થિનીઓ ને શિક્ષણ ની સાથો સાથ વિધાર્થિનીઓ ને સ્વરક્ષણ બાબતે કરાટે અને ઝૂડો ની તાલીમ આપવામાં આવે છે.

samaysandeshnews

શ્રી આરબલુસ પ્રાથમિક શાળામાં દીક્ષાંત સમારંભ તેમજ વાર્ષિકોત્સવ કાર્યક્રમ કરવામાં આયોજન કરવામાં આવ્યું

samaysandeshnews

ધોરાજી માં યમદૂત બની અને ઊભેલી જર્જરિત ઈમારતો લોકો જીવ ના જોખમે ચાલવા મજબૂર બન્યા

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!