શક્તિનું નવા યુગમાં પ્રવેશ: દાહોદમાંથી પીએમ મોદીના હસ્તે દેશને સમર્પિત થયો 9000 એચપીનો પ્રથમ લોકોમોટિવ એન્જિન
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27 મેના રોજ ગુજરાતના પ્રવાસે છે, જેમાં તેઓ ગાંધીનગર, કચ્છ અને દાહોદ જિલ્લાઓના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. દેશના ઇતિહાસમાં નોંધપાત્ર એવી સિદ્ધિ પ્રાપ્ત કરતી દાહોદની રેલવે પ્રોડક્શન યુનિટમાં બનેલા 9000 હોર્સપાવર (HP) ના ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે. આ એન્જિન સંપૂર્ણપણે “મેક ઇન ઇન્ડિયા” અભિયાનની ભાવના મુજબ બનેલું છે અને ભારતને રેલવે ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટા પાયે પગલું છે.
9000 એચપીના એન્જિન સાથે નવી ઓદ્યોગિક ક્રાંતિનો આરંભ
દાહોદ ખાતે 20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલવે પ્રોડક્શન યુનિટમાં બનેલા એન્જિનની ક્ષમતા 4600 ટન સુધીના ભારે કાર્ગોનું વહન કરવાની છે. એક સમયે 120 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવતું આ એન્જિન સમગ્ર રેલવે નેટવર્કમાં game-changer સાબિત થવાનું છે. આ એન્જિનમાં પ્રથમ વખત ડ્રાઈવર માટે AC કેબિન, શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે સાથે સુરક્ષા માટે અદ્યતન કવર સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે.
દાહોદના રેલવે કારખાનાનું ઔદ્યોગિક મહત્વ
આ ઉત્પાદન યુનિટ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ કાર્યરત છે, જેમાં આગામી દસ વર્ષમાં કુલ 1200 લોકોમોટિવ એન્જિન બનાવવાના છે. શરૂઆતમાં 4 એન્જિન તૈયાર કરવામાં આવ્યા છે અને બધાં પર “Manufactured by Dahod” એવું સ્પષ્ટ લખાણ હશે. ભારત સરકાર દ્વારા પ્રોત્સાહિત આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રેલવે તંત્રમાં ભારત-નિર્મિત એન્જિનોનો ઉપયોગ વધારવાનો છે, જે રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક સ્વાતંત્ર્યના દૃષ્ટિકોણે મહત્વપૂર્ણ છે.
રોજગારી અને સ્થાનિક અર્થતંત્રને ઉમંગ
આ યોજના અંતર્ગત દાહોદ અને આસપાસના વિસ્તારોમાં લગભગ 10 હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મળશે. એન્જિનના ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક નાના-મોટા પાવર સેક્ટર અને એન્જિનિયરિંગ ઉદ્યોગોને પણ વિકાસની તક મળશે. ખાસ કરીને MSME ક્ષેત્ર માટે આ યુનિટ આશીર્વાદરૂપ બની શકે છે.
એન્જિનનું ટેક્નિકલ વિઝન અને ભવિષ્યનું પ્લાનિંગ
6 એક્સલવાળા આ ઇલેક્ટ્રિક એન્જિનની સરેરાશ ઝડપ 75 કિ.મી પ્રતિ કલાક છે, પરંતુ કેટલાક ખાસ ટ્રેક પર તેની ટોચની ઝડપ 120 કિ.મી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પશ્ચિમ બંગાળના ખડગપુર, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, છત્તીસગઢના રાયપુર અને મહારાષ્ટ્રના પૂણે જેવા મુખ્ય ડેપોમાં આ એન્જિનનું મેંટેનન્સ કરવામાં આવશે.
પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ અને ધાર્મિક-સાંસ્કૃતિક અવલોકન
ગાંધીનગરથી શરૂ થતી પીએમ મોદીની ગુજરાત યાત્રા માત્ર ઉદ્યોગિક નહીં, પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે પણ મહત્વપૂર્ણ છે. કચ્છના મીરજાપર રોડ પર જાહેર સભા બાદ તેઓ માતાના મઢ આશાપુરા મંદિરના દર્શન પણ કરશે.
મેક ઇન ઇન્ડિયા થી મેઇડ ફોર ધ વર્લ્ડ સુધીનો માર્ગ
આ એન્જિન માત્ર દેશ માટે નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં નિકાસ માટે પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ભારત હવે રેલવે સાધનોના ઇમ્પોર્ટરથી એક્સપોર્ટર બનવા તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ ભારતીય રેલવે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે.
ગુજરાત બોલી ઉઠ્યું – નવી રેલ યાત્રા, નવી આશા!
INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/
FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.
