Latest News
મહારાષ્ટ્રના રાજકારણમાં તણાવ વચ્ચે સંજય રાઉતનો સ્પષ્ટ સંદેશ: “દુશ્મન પણ સંપર્કમાં હોય છે, પણ વિચારધારાનો સંઘર્ષ યથાવત” મહારાષ્ટ્રના રાજકારણમાં નવી હલચલ: પાર્થ પવાર અને રાજ ઠાકરે વચ્ચે દોઢ કલાકની ગુપ્ત બેઠકથી અટકળો તેજ. મહારાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા દિશામાં ઐતિહાસિક પગલું: સી-60 કમાન્ડોને મેડલની જાહેરાત, ડ્રગ્સ અને સાયબર ક્રાઇમ સામે સખત લડતનો સંકલ્પ ગુજરાતના આંગણે વડાપ્રધાનનું આગમન — અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, વિકાસયાત્રાની નવી શરૂઆત. મહારાષ્ટ્રના રાજકારણમાં ‘મોટા ભૂકંપ’ના સંકેત: એકનાથ શિંદેની દિલ્હી મુલાકાત બાદ સત્તાના સમીકરણોમાં ઉથલપાથલની અટકળો તેજ ઈરાનના મશહદ ઍરપોર્ટ પર હવાઈ હુમલો: દિલ્હી આવનાર માનવતાવાદી વિમાન નિશાન બનતાં વૈશ્વિક ચિંતા તેજ

સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ગૌરવમય ૧૧ વર્ષ – પ્રદર્શનથી જનસંપર્ક સુધી

અમદાવાદ, સંજીવ રાજપૂત:

ગુજરાત રાજ્યના આરોગ્ય અને શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે અમદાવાદ મહાનગર કાર્યાલય ખાતે “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ” વિષયક એક વિશાળ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલી પ્રેસવાર્તામાં મંત્રીશ્રીએ દેશના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેલ્લા ૧૧ વર્ષમાં અપાયેલ નેતૃત્વના વિઝન અને પરિણામકારક કામગીરી વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.

મંત્રીએ જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૧૩ વર્ષ અને ત્યારબાદ દેશના વડાપ્રધાન તરીકે ૧૧ વર્ષનો ગૌરવમય કાર્યકાળ પૂર્ણ કર્યો છે. તેમના નેતૃત્વમાં દેશે વિકાસની નવી ઊંચાઈઓ સ્પર્શી છે. ગુજરાત આજે રોલ મોડલ તરીકે ભારતના તમામ રાજ્યો માટે પ્રેરણારૂપ બન્યું છે. તેમણે જણાવ્યું કે વિકાસ માત્ર આંકડાઓનો રમકડું નથી, પરંતુ તે વાસ્તવિક પરિવર્તન છે જે ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચે ત્યારે જ સાચી સફળતા કહેવાય.

દેશની સુરક્ષા વિષે મંત્રીએ કહ્યું કે તાજેતરમાં પાકિસ્તાન તરફથી થયેલા જઘન્ય હુમલાનો ફક્ત ૧૨ દિવસમાં જડબાતોડ જવાબ આપવો એ દેશની આત્મવિશ્વાસી નેતૃત્વશક્તિને દર્શાવે છે. ભારત આજે આંતરરાષ્ટ્રીય સ્તરે આત્મવિશ્વાસપૂર્વક પોતાની વાત રાખે છે અને વૈશ્વિક નેતાઓ ભારતના નેતૃત્વને માન્યતા આપે છે.

મંત્રીએ વિદેશ નીતિ, ભ્રષ્ટાચાર વિરુદ્ધ શૂન્ય સહનશીલતા અને સામાજિક સુરક્ષા નીતિઓ અંગે પણ વિગતવાર માહિતી આપી. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવાની કામગીરીને તેમણે દુનિયાની શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે રજૂ કરી.

તેમણે કહ્યું કે, “મોદી હે તો મમકીન હે” માત્ર નારા તરીકે નહીં પરંતુ અનેક યોજનાઓના સફળ અમલના પરિણીામ રૂપે સાબિત થયું છે. પીએમ ગરીબ કલ્યાણ યોજનાથી અત્યાર સુધી ૮૧ કરોડ લોકોને મફત અનાજ મળ્યું છે જેમાં ગુજરાતના ૩.૬૫ કરોડ નાગરિકો આવરી લેવાયા છે. મુખ્યમંત્રી શ્રી મોદીના વડાપ્રધાન બન્યા પછી ફક્ત ૧૭ દિવસમાં નર્મદા ડેમને મંજૂરી આપવી એ ગુજરાત માટેનો ઐતિહાસિક કાયાપલટનો ક્ષણ રહ્યો હતો.

સૌરાષ્ટ્ર માટે સૌની યોજના અને ઉત્તર ગુજરાત માટે સુજલામ સુફલામ યોજના માત્ર પાણી પૂરવઠાની યોજનાઓ નહીં, પરંતુ આ સમગ્ર પ્રદેશ માટે જીવનદાયિ સાબિત થઈ છે. રાજ્યોમાં પાણીનો અભાવ હોય એવા વિસ્તારોમાં આજે ખેતી સુખદ બની છે.

આયુષ્માન ભારત યોજના અંતર્ગત ૪૧ કરોડથી વધુ નાગરિકોને મફત આરોગ્ય સુવિધાઓ મળતી થઈ છે. ગુજરાતમાં ૨૦ નવી મેડિકલ કોલેજો શરૂ થઈ છે અને સમગ્ર દેશમાં ૩૮૭થી વધીને ૭૦૦ જેટલી મેડિકલ કોલેજો કાર્યરત છે. નેશનલ હાઈવેના નેટવર્કમાં પણ ભારતે ક્રાંતિકારી વિકાસ કર્યો છે – ૧.૪૬ લાખ કિ.મી. નવા હાઈવે બન્યા છે.

વંદે ભારત ટ્રેનોની ઓળખ ભારતમાં આધુનિક યાત્રા વ્યવસ્થાના પ્રતીક રૂપે થઈ છે. હાલમાં ૧૩૬ ટ્રેનો કાર્યરત છે અને લક્ષ્યાંક છે ૪૦૦ વંદે ભારત ટ્રેનોનું અમલીકરણ.

મુદ્રા યોજના દ્વારા ૫૨ કરોડ લોકોને ૧.૨૯ લાખ કરોડ રૂપિયાનું નાણાકીય આધાર મળ્યો છે. મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં અનેક યોજનાઓ જેમ કે બેટી બચાઓ, બેટી પઢાઓ, ઉજ્વલા યોજના વગેરેના અસરકારક અમલથી મહિલાઓ માટે નવા અવસરો સર્જાયા છે.

પ્રેસવાર્તાના અંતે મંત્રીશ્રીએ જણાવ્યું કે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મજબૂત નીતિઓ અને લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે. તેમનું નેતૃત્વ દરેક નાગરિકમાં વિશ્વાસ જગાવતું રહ્યું છે અને આજે દેશ પ્રગતિના માર્ગે ભવિષ્યનું નક્કી કર્યું છે.

પ્રદર્શની ઉદ્ઘાટન પ્રસંગે મહાનગર અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મહામંત્રી શ્રી જીતુભાઈ પટેલ, શ્રી ભુષણભાઈ ભટ્ટ તેમજ શ્રી પરેશભાઈ લાખાણી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રજૂ કરાયેલી પ્રદર્શનમાં છેલ્લા ૧૧ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ ઐતિહાસિક નિર્ણયો, યોજનાઓ અને સામાન્ય નાગરિકના જીવનમાં આવેલ બદલાવની ઝાંખી દર્શાવવામાં આવી હતી. પ્રદર્શનમાં શ્રેષ્ઠ ડિજિટલ માધ્યમો, ઇન્ફોગ્રાફિક્સ અને લાઈવ મોડેલો મારફતે વિકાસના દૃશ્યો દર્શાવવામાં આવ્યા હતા.

પ્રદર્શને મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીવર્ગ, તેમજ મિડિયા પત્રકારોએ નિહાળી હતી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમ “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ”ના ઉજવણીરૂપ ગૌરવપૂર્ણ પળોમાંથી એક બની રહ્યો હતો.

INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/

FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો

 

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?