Latest News
કોર્ટનો કડક આદેશ: પોલીસ કસ્ટડીમાંથી ગુમ થયેલા 201 ગ્રામ સોનાની આજની કિંમત મુજબ ચૂકવણી કરવા ઈન્સ્પેક્ટરને આદેશ મામલતદાર સાહેબ નીચે મુજબ અરજી કરેલ છે. ચહેરા પરથી ઓળખ આપતી “FaceRD” એપ હવે આધાર આધારિત સેવાઓને બનાવશે વધુ સરળ અને સુરક્ષિત શ્રેષ્ઠ સંસ્કારોનો સિંચન એટલે રાષ્ટ્રનિર્માણનું બીજ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ‘ધન્યોગૃહસ્થાશ્રમ’ કાર્યક્રમ વિશ્વ હેપેટાઈટિસ દિન ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત મોટી બાણુગરમાં “લેટ્સ બ્રેક ડાઉન” થીમ પર વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો કલ્યાણપુર પંથકમાં ગરીબોના હકનું અનાજ સગેવગે કરવાનું મોટું કૌભાંડ? બાંકોડી પાસે શંકાસ્પદ અનાજ ભરેલ ટ્રક પકડી સમગ્ર સસ્તા અનાજ વિતરણ તંત્ર સામે સવાલ

જામનગરમાં લાંચખોરીનો પર્દાફાશ: એ.સી.બી.નો ત્રિપલ ટ્રેપ અને પોલીસના ત્રણ કર્મચારીઓ સામે કાયદાકીય કસોટી

જામનગરમાં લાંચખોરીનો પર્દાફાશ: એ.સી.બી.નો ત્રિપલ ટ્રેપ અને પોલીસના ત્રણ કર્મચારીઓ સામે કાયદાકીય કસોટી

જામનગર શહેરમાં ફરીવાર એક વખત લાંચખોરીનો ભાંડાફોડ થયો છે. આમ તો પોલીસ વિભાગ સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવે, ન્યાય આપે અને નાગરિકોની સલામતી માટે જવાબદાર હોય છે. પરંતુ જયારે રાજયસેવક પોતે પોતાના હોદાનું દુર્પયોગ કરી સામાન્ય નાગરિકને હેરાન કરે અને સ્વાર્થી હેતુથી લાંચ માંગે, ત્યારે કાયદાની ખુણીઓમાં છુપાયેલ આવા તત્વોને ઉકેરવાં માટે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સતત સતર્ક છે.

આજનો બનાવ પણ એવો જ છે.

ફરિયાદ અને સમગ્ર ઘટના ક્રમ

એક જાગૃત નાગરિકએ એસીબીના કચેરીમાં ફરિયાદ નોંધાવી હતી કે જામનગર શહેરના ઉધોગનગર પોલીસ ચોકી (સીટી-સી ડીવીઝન) હેઠળના ત્રણ પોલીસ કર્મચારીઓ દ્વારા તેના વિરુદ્ધ ચાલતી અરજીને અટકાવવા અને ભવિષ્યમાં તકલીફ ન આવે તે માટે રૂ. 1,00,000/- જેટલી લાંચની માંગણી કરવામાં આવી છે.

આ કેસમાં ત્રણ આરોપી પોલીસ કર્મચારીઓના નામ નીચે મુજબ છે:

  1. ધમભાઇ બટુકભાઇ મોરી – પોલીસ કોન્સ્ટેબલ, રાઈટર, ઉધોગનગર ચોકી

  2. આર.ડી

    જામનગરમાં લાંચખોરીનો પર્દાફાશ: એ.સી.બી.નો ત્રિપલ ટ્રેપ અને પોલીસના ત્રણ કર્મચારીઓ સામે કાયદાકીય કસોટી
    જામનગરમાં લાંચખોરીનો પર્દાફાશ: એ.સી.બી.નો ત્રિપલ ટ્રેપ અને પોલીસના ત્રણ કર્મચારીઓ સામે કાયદાકીય કસોટી

    . ગોહિલ – પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ઉધોગનગર ચોકી

  3. રવિભાઇ ગોવિંદભાઇ શર્મા – અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, એસઓજી, જામનગર

ફરીયાદીશ્રી વિરુદ્ધ અગાઉ ચીટીંગ સંબંધિત અરજી ચાલી રહી હતી. ભવિષ્યમાં બીજી કોઈ ફરિયાદ કે કાર્યવાહી ન થાય, તેની ખાતરી માટે ફરીયાદીશ્રીએ આક્ષેપીત નં.(૩) રવિ શર્માને મળ્યા હતા. આક્ષેપીતે એમ જણાવ્યું કે, “તમે સીધા ધમભાઈ મોરી અને આર.ડી.ગોહિલ સાથે વાત કરો, અને થોડું વહીવટ કરી લો.”

ફરીયાદીશ્રી ત્યારબાદ આક્ષેપીત નં.(૧) ધમભાઈ મોરીને મળ્યા, જેઓએ ખુલ્લેઆમ રૂ. 50,000/- લાંચની માંગણી કરી અને કહ્યું કે તે રકમ રવિ શર્માને આપી દો. બાદમાં રવિ શર્માએ ફરીયાદીશ્રીને પોલીસ ચોકી પર બોલાવી, જ્યાં આક્ષેપીત નં.(૨) આર.ડી. ગોહિલની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત થઈ. ગોહિલે પણ પોતાને મળનારી રકમ માટે સહમતિ આપી હતી.

લાંચ ની માંગણી અને પકડાઈ

આ સમગ્ર લાંચખોરીની ઘટનાથી ત્રાસ પામેલા ફરીયાદીએ લાંચ ન આપવા માટે ઠોસ નિર્ણય લીધો અને સીધો સંપર્ક કર્યો એ.સી.બી. સાથે. એ.સી.બી.એ સંપૂર્ણ તપાસ કર્યા બાદ 11 જૂન 2025ના રોજ ટ્રેપ પાંસો પાથરો. લાંચનું સ્થળ નક્કી થયું: પંચાયત કાફે રેસ્ટોરન્ટની બાજુમાં, સમર્પણ સર્કલ, જકાતનાકા રોડ, જામનગર.

આજ રોજ યોજાયેલી ટ્રેપની કાર્યવાહી દરમ્યાન રવિ શર્માએ ફરીયાદીશ્રી સાથે પૂર્વ નિર્ધારિત રીતે મળી, બંને આક્ષેપીતોના નામે રૂ. 1,00,000/- લાંચની રકમ માંગવામાં આવી. ફરીયાદીએ તે રકમ આપી, અને એ.સી.બી.ની ટીમે તાત્કાલિક ધસી જઈ સમગ્ર ઘટના સ્થળ પરથી રવિ શર્માને રંગેહાથ ઝડપી લીધો.

ટ્રેપ દરમિયાન પકડાયેલ દ્રશ્યો

આક્ષેપીત નં.(૩) રવિ શર્મા પાસે પૂર્ણ લાંચની રકમ મળી આવી છે. ટ્રેપ બાદ તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. જોકે આક્ષેપીત નં.(૧) ધમભાઈ મોરી તથા નં.(૨) આર.ડી. ગોહિલ હાલ સ્થળ પરથી ફરાર છે. તેમનો પત્તો શોધી તેમની વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે.

કાયદાકીય અને વહીવટી પ્રક્રિયા

આ કેસમાં લાંચ લેતી વખતે ઝડપાયેલા પોલીસ કર્મચારીને ભારતીય દંડ સંહિતા (IPC) તથા લાંચ પ્રતિકાર અધિનિયમ હેઠળ કાયદેસર કાર્યવાહી માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સરકારની પ્રતિષ્ઠા અને પોલીસ વિભાગની નૈતિકતા સામે આ ગુનો ગંભીર પ્રકારનો છે, જેને રાજ્ય સરકાર દ્વારા પણ ઉચ્ચ સ્તરે લેવામાં આવી રહ્યો છે.

ટ્રેપની કામગીરી સંભાળનારા અધિકારીઓ

  • ટ્રેપ અધિકારી: શ્રી આર.એન. વિરાણી, ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર, એ.સી.બી. રાજકોટ એકમ

  • સુપરવિઝન અધિકારી: શ્રી જે.એમ. આલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ

સમાજમાં સંદેશ

આ ઘટના એ સાબિત કરે છે કે પોલીસ વિભાગમાં છુપાયેલા કેટલીક કાળી ભેંચોને તત્કાળ કાઢી નાંખવા માટે એ.સી.બી. હંમેશાં સતર્ક છે. લાંચ લેતા તત્વો સામે કાયદો નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરે છે.

લાંચ આપવી કે લેવી બંને ગુના છે. જો કોઈ સરકારી કર્મચારી લાંચ માંગે તો તરત નજીકની એ.સી.બી. કચેરીમાં માહિતી આપી શકાય છે.

INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/

FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?
error: Content is protected !!