આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદી ૭૫ વર્ષની ઉજવણી સમગ્ર ગુજરાતમાં યુવા ભાજપ દ્વારા મેરેથોન અને સાયકલના યાત્રા નું આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે જામનગરની જનતાનુ સ્વાસ્થ્ય સારું રહે તેવી હેતુ થી ભારતીય જનતા યુવા ભાજપ દ્વારા યાત્રા મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવેલ. આશરે ૧૦૦૦ થી વધુ (મહિલા, બાળકો, જનરલ તથા વિકલાંગ) સહિતના લોકોએ ભાગ લીધેલ. જેમાં બાળકો ની કેટેગરીમાં જાડેજા રૂષિરાજસિંહ, મિત રાયઠઠા, ચંદ્રેશ્વર મહેતા, ૐ જેઠવા, જય રાવળીયા, મહિલા કેટેગરીમાં માજી કાજલ, કદાવડા જયમીન, મિસ્ત્રી માહી, કટેશીયા મિત્તલ, ડાભી શીતળ, તથા જનરલ કેટેગરીમાં જયરાજસિંહ એમ જાડેજા, જાડેજા મનજીતસિંહ જોગેન્દ્રસિંહ, કરણ જોડ , કૃષ્ણાનંદ તિવારી, વનરાજગીરી અપારનાથી અનુક્રમે એક થી પાંચમુ સ્થાન પ્રાપ્ત કરેલ. વિશેષથી આ દોડમાં વિકલાંગ બાળકોએ પણ ભાગ લીધેલ.
આ તબ્બકે ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, ડે. મેયર તપન પરમાર, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોશરાણી, શિક્ષણ સમિતિ ચેરેમેન આકાશ બારડ, યુવા મોરચા અધ્યક્ષ દિલીપસિંહ જાડેજા, મહામંત્રી વિરલભાઈ બારડ, ચિંતન ચોવટીયા સહીત શહેર સંગઠનના હોદેદારો, પદાધિકારીઓ, યુવા મોરચાની ટિમ, મહિલા મોરચા, કિશાન મોરચા સહીત તમામ મોરચાઓના પદાધિકારીઓ, કોર્પોરેટર શ્રીઓ, વોર્ડ સમિતિના હોદેદારો, પદાધિકારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે .