Latest News
“માતાની સારવાર માટે લીધા હતા પૈસા… પણ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીએ કર્યો જીવલેણ” – જામનગરના રેલ્વે કર્મચારીએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો ડુંગળી ઉગાડતા ખેડૂતોને રાહત : સહાયના નિર્ણયથી ખેડૂતવિમુખ વાતાવરણમાં સરકારનો હિતલક્ષી સ્પર્શ – ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન અલ્પેશ ઢોલરીયાનો પ્રતિસાદ દૂષિત પાણી પીવું પડતું રાધનપુર શહેર! નાગરિકોએ પાલિકાની નીતિ-નિયત સામે ઉગ્ર હલ્લાબોલ કર્યો “સ્વાગત”થી નાગરિકોની સમસ્યાનો સમાધાન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાકક્ષાની સૂચનાઓના પાલન માટે તાકીદ કરી જામનગરમાં ઈસ્કોન દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન: હરિભક્તોની ભક્તિમય ઉમટતી ઘૂંઘાટ આમરા ગામની અનોખી પરંપરા: રોટલાથી નક્કી થાય છે વરસાદ!

વલસાડ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો રૂ.૪૩ લાખનો દારૂ સાથે જામનગરના બે બુટલેગર – મુખ્ય સૂત્રધાર વસીમ દરજાદા વોન્ટેડ જાહેર!

ગુજારાતમાં દારૂબંધી હોવા છતાં, બુટલેગરોનો દારૂની ઘુસણખોરી માટે સતત નવા હથકંડાઓ અપનાવતા હોય છે. તાજેતરમાં એક એવો જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જ્યાં પ્લાસ્ટિકના ખાલી ડબ્બાના જથ્થાની આડમાં દારૂની ભારે ખેપ ટ્રક મારફતે જામનગર લઈ જવાઈ રહી હતી. જોકે, વલસાડ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે સમયસૂચક કાર્યવાહી કરીને પાર્ડીના ખડકી હાઈવે પરથી ૩૫૪ દારૂની પેટીઓ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. જેમાં કુલ રૂ.૪૩.૦૩ લાખના દારૂ સહિત કુલ રૂ.૫૩.૦૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ દારૂ ખેપ મામલે પોલીસે જામનગરના બે બુટલેગરો – આશિફ જોખિયા અને રઇસ બ્લોચને ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ગણાતા લિસ્ટેડ બુટલેગર વસીમ દરજાદાને વોન્ટેડ જાહેર કર્યો છે.

બાતમી આધારે લચી હતી વોચ – ટ્રકથી ખુલ્યો મોટો રેકેટ

વલસાડ ક્રાઇમ બ્રાન્ચના પો. કો. તેજપાલસિંહ સિસોદિયા અને હિતેશ ચાવડાને મળેલી પક્કી બાતમીના આધારે લોકલ ટીમે પાર્ડી ખાતે ખડકી હાઈવે પર રામદેવ ધાબા નજીક વોચ ગોઠવી હતી. સોમવારના રોજ બપોરે આશરે ૩ વાગ્યાની આસપાસ સુરત તરફથી આવતા એક શંકાસ્પદ ટ્રક (નંબર: GJ 32 T 5353) ને રોકી પૂછપરછ શરૂ કરવામાં આવી.

ટ્રક ચલાવતો શખ્સ પોતાની ઓળખ આશિફ કાસમભાઈ જોખિયા (ઉ.વ. ૩૨, રહેવાસી – સનસિટી.૦૧ સોસાયટી, કાલાવડ નાકા બહાર, જામનગર) તરીકે આપતાં અને ક્લિનર તરીકે રઇસ હનીફભાઈ બલોચ (ઉ.વ. ૩૪, રહેવાસી – સિલ્વર સોસાયટી, ખોજા નાકા, જામનગર) હાજર હતો.

આશિફે પુછપરછ દરમિયાન ટ્રકમાં માત્ર ખાલી પ્લાસ્ટિકના ડબ્બા ભરેલા હોવાની વાત કરી. જોકે, પોલીસે ટ્રકની ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યો મોટો ખુલાસો! ટ્રકના આગળના ભાગમાં ખાલી ડબ્બાઓ મૂકવામાં આવ્યા હતા, જ્યારે પાછળના ભાગમાં બુદ્ધિપૂર્વક છુપાવેલી ૩૫૪ નંગ દારૂની પેટીઓ મળી આવી હતી.

પોલીસે જપ્ત કર્યો કરોડોનો મુદ્દામાલ

આ ચતુરાઈથી છુપાવેલી દારૂની ખેપ પોલીસના હાથ લાગતાં આરોપીઓના સપનામાં પાણી ફરી વળ્યું. પોલીસ દ્વારા કરવામાં આવેલી ગણતરી મુજબ રૂ.૪૩,૦૩,૦૦૦ (ત્રીસ લાખથી વધુ) કિંમતનો દારૂ તેમજ ટ્રક સહિત કુલ રૂ.૫૩,૦૩,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બંને આરોપીઓને તાત્કાલિક ધરપકડમાં લઇ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

વસીમ દરજાદા છે આ ખેપ પાછળનો માસ્ટરમાઈન્ડ!

આશિફ અને રઇસની પોલીસે કરેલી પૂછપરછમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. બંનેએ પોલીસને જણાવ્યુ કે આ દારૂ ખેપના બિહાઈન્ડ ધ સીન માસ્ટરમાઈન્ડ છે વસીમ યુસુફ દરજાદા, જે જામનગરનો લિસ્ટેડ બુટલેગર છે. આરોપીઓએ કહ્યું કે પાંચ દિવસ અગાઉ વસીમે તેમને ફોન કરીને સેલવાસથી દારૂ ભરેલ ટ્રક જામનગર લાવવાની સૂચના આપી હતી અને એક ટ્રિપ માટે રૂ.૨૦,૦૦૦ આપવાની વાત કરી હતી.

આ શંકાસ્પદ ટ્રિપ માટે તેઓ ટ્રક લઈને સીધા સેલવાસ પહોંચી ગયા હતા, જ્યાંથી દારૂ ભર્યા બાદ રાત્રે મુસાફરી શરૂ કરી. પરંતુ પાર્ડી નજીક જ વલસાડ ક્રાઇમ બ્રાન્ચના હાથ ચઢી ગયા.

હવે પોલીસે વસીમ દરજાદા સામે વોન્ટેડ જાહેર કરી, તેની ધરપકડ માટે તીવ્ર શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે આ ખેપ માત્ર એકવારની નહીં પરંતુ બહુવારથી આવી રીતે દારૂની હેરાફેરી કરી રહી હોઈ શકે છે. વધુ આરોપીઓ પણ સામેલ હોવાની સંભાવના છે.

સશક્ત શાસન માટે સંકલિત પ્રયાસ: સંસદીય અંદાજ સમિતિઓની રાષ્ટ્રીય પરિષદે નવી દિશા સૂચવી….

દારૂબંધીની આડમાં ચાલતી દારૂ હેરાફેરી – કડક કાર્યવાહી જરૂરી!

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની ખેપ માટે નવા નખરા અપનાવવામાં આવતા હોય છે. ક્યારેક ફ્રૂટના ટ્રકમાં, ક્યારેક દૂધના ટેન્કર દ્વારા તો હવે ખાલી પ્લાસ્ટિકના ડબ્બા વચ્ચે દારૂ છુપાવવાનો પ્રયાસ.

આ કેસ એક નમૂનો છે કે કેવી રીતે બુટલેગરો પોલીસને છલકાવા માટે જુદી-જુદી યુક્તિ અપનાવે છે. પરંતુ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ચુસ્ત કામગીરીને કારણે બુટલેગરોના આરાડા પડ્યા છે.

INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/

FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો

rajesh rathod
Author: rajesh rathod

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?