આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવની અધ્યક્ષતામાં આયુર્વેદના અભ્યાસી વિદ્યાર્થીઓને અપાયેલી પદવી, ઇટ્રા અને બે રાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે એમ.ઓ.યુ. સાથે સંશોધન અને વૈજ્ઞાનિક સહકારને મળ્યો નવો વેગ, વૈશ્વિક સ્તરે આયુર્વેદના અધ્યયન અને સંશોધન માટે જામનગર બન્યું કેન્દ્રબિંદુ

જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (આઇ.ટી.આર.એ) એ આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત આયુર્વેદ ક્ષેત્રે રાષ્ટ્રનું સૌપ્રથમ રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન છે. આજ રોજ તા. ૧૨ જૂલાઇના રોજ સંસ્થાનો પ્રથમ પદવિદાન સમારોહ કેન્દ્રિય આયુષ મંત્રી પ્રતાપરાવજાધવની અધ્યક્ષતામાં યોજવામાં આવી રહ્યો છે. આઇ.ટી.આર.એ.ના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરી અને તેની સમગ્ર આઇ.ટી.આર.એ.ની ટીમ દ્વારા ઇટ્રાના પ્રથમ પદવિદાન સમારંભ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

આ પદવિદાન સમારોહમાં કુલ ૨૩૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે. જેમાં એમ.ડી./એમ.એસ.ના ૧૪૩ તબીબી વિદ્યાર્થીઓ, એમ. ફાર્મ આયુર્વેદના ૩૫, એમ.એસ.સી. મેડિશ્નલ પ્લાન્ટના ૨, ડિપ્લોમા આયુર્વેદ ફાર્મસીના ૩૩, ડિપ્લોમા નેચરોપેથીના ૧૮, પી.જી.ડી.વાય.એન.ના ૩ વિદ્યાર્થીઓ એ સમારોહમાં હાજરી આપી પદવી ગ્રહણ કરી હતી. આયુર્વેદનો અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ પદવિદાનમાં પોતાની ડિગ્રી મેળવી હતી. સમારોહમાં પાંચ વર્ગમાં સૌથી ઉત્તમ અને ઉચ્ચાત્તમ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યું છે વધુમાં શ્રેષ્ઠ સંશોધન અને શ્રેષ્ઠ સંશોધન પ્રકાશન માટે ૨(બે) વિદ્યાર્થીઓને વિશેષ મેડલ અનાયત થયા છે.

આઇ.ટી.આર.એ.(ઇટ્રા) ખાતે આયુર્વેદ ક્ષેત્રમાં તબીબી અભ્યાસ માટે સ્નાતક કક્ષાથી માંડી અને પી.એચડી. સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા ઉપલબ્ધ છે. વધુમાં અહીં આયુર્વેદ ફારમસી માટે પણ ડિપ્લોમા થી માંડી પીએચ.ડી સુધી અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. યોગ અને નેચરોપેથી માટે પણ કુલ ૧૮ પ્રકારના અભ્યાસો અહીં ચાલે છે જેમાં ડોક્ટરો માટે પણ ખાસ યોગ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.
આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવની અધ્યક્ષતામાં યોજાયેલા પદવિદાન સમારોહમાં કુલ બે રાષ્ટ્રીય સંસ્થાઓ એમ.ઓ.યુ. કરવામાં આવનાર છે. જેમાં ઇટ્રા અને સીએસઆઈઆર-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ એન્ડ ટેકનોલોજી, તિરુવનંતપુરમ તેમજ ઇટ્રા અને ફાર્માકોપિયા કમિશન ફોર ઇન્ડિયન મેડિસિન એન્ડ હોમિઓપેથી ગાઝિયાબાદ વચ્ચે પણ એમ.ઓ.યુ. દ્વારા વિજ્ઞન, ટેક્નોલોજી અને અન્ય ચિકિત્સા પધ્ધતિઓ સાથે મળી દવાઓ, લોક્સ્વાસ્થ્ય અને નૂતન સંશોધનોને આકાર આપવામાં આવશે.

આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવ દ્વારા આઇ.ટી.આર.એ.ની મુલાકાત દરમિયાન વિવિધ વિભાગો અને હોસ્પિટલની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી જેમાં ધન્વંતરી મંદિર ખાતે ભગવાન ધન્વંતરીજીની મૂર્તિને પૂજન કર્યુ હતું. બાદમાં ડબલ્યુ. એચ. ઓ.ના જી.ટી.એમ.સી. બિલ્ડિંગની મુલાકાત અને ત્યારબાદ ઇટ્રાના મુખ્ય ભવન ખાતે ડૉ. પી. એમ. મહેતાની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. ઇટ્રાના ગ્રંથાલય ખાતે ઉપ્લબ્ધ હજ્જારો પુસ્તકો, સંદર્ભ ગ્રંથો અને હસ્તપ્રતો નિહાળી તેઓ અભિભૂત થયા હતા. બાદમાં આયુર્વેદ દવાઓ અને વૃક્ષ ઔષધિઓ માટે તૈયાર થયેલાં દ્રવ્યગુણ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. ઇટ્રાના મુખ્ય બિલ્ડિંગ ખાતે મંત્રી પ્રતાપરાવ જાધવના વરદહસ્તે અતિઆધુનિક સુવિધા યુક્ત કમિટી રૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેને પ્રો. એમ. એસ. બઘેલ કમિટી રૂમ નામકરણ કરવામાં આવ્યું છે. ઇટ્રા સંસ્થા ખાતે કાર્યરત હોસ્પિટલ ઓ.પી.ડી-આઇ.પી.ડી. અને વિવિધ લેબોરેટરીની મુલાકાત તેઓએ લીધી હતી. ધન્વંતરી મેદાન ખાતે મંત્રીના હસ્તે યોગપાર્કનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઇટ્રાના દિક્ષાંત સમારોહનું પ્રવચન વિજ્ઞાનભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. શેખર માંડે દ્વારા આપવામાં આવ્યું હતુ.
કોરોનાકાળ અને તેના પછીના સમયમાં લોકોની પરંપરાગત ચિકિત્સા પ્રત્યેની રૂચિ ખૂબ વધી છે. તેમાંય ખાસ કરીને આયુર્વેદ ચિકિત્સા પ્રત્યે વધુ અભિમૂખ થયા છે. આજે સંપૂર્ણ માનવ સ્વાસ્થ્ય માટે કાર્યરત આયુર્વેદ એ ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે અને તેથી જ બહોળી સંખ્યામાં આયુર્વેદ જીવનશૈલી અપનાવતા થયા છે.
જામનગર એટલે આયુર્વેદ ક્ષેત્ર માટે પ્રથમેશ પરિસર:- વર્ષ ૧૯૪૪માં રાજવી જામ પરિવાર દ્વારા આયુર્વેદ ચિકિત્સા માટે કેન્દ્ર સ્થપાયું ત્યાર બાદ વર્ષ ૧૯૪૬માં સૌપ્રથમ ગુલાબકુંવરબા આયુર્વેદ સંસ્થાની સ્થાપના થઇ, આઝાદી વર્ષ ૧૯૪૭માં આયુર્વેદ માટે આધુનિક સંશોધન કેન્દ્ર અહીં સ્થપાયું, વર્ષ ૧૯૫૪માં સૌપ્રથમ કેન્દ્રિય સંશોધન કેન્દ્ર સી.આઇ.આર.આઇ.એસ.એમ. પણ અહીં સ્થપાયું, વર્ષ ૧૯૫૬માં ભારતવર્ષનો સૌપ્રથમ પોસ્ટ ગ્રેજ્યુએટ(અનુસ્નાતક) શિક્ષણ સંસ્થાન પણ અહીં જ સ્થપાયું, વર્ષ ૧૯૬૭માં અહીં વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ વિશ્વવિદ્યાલય શરૂ કરવામાં આવ્યું, આયુર્વેદ ક્ષેત્રનું સૌપ્રથમ અને એક માત્ર કેન્દ્ર ડબલ્યુ.એચ.ઓ.નું કોલોબ્રેટિવ સેન્ટર ફોર રિસર્ચ પણ અહીં જ સ્થપાયું, વર્ષ ૨૦૨૦માં દેશની સૌપ્રથમ અને એક માત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી સંસ્થા આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (ઇટ્રા) પણ અહીં જ સ્થપાઇ અને ડબલ્યુ.એચ.ઓ. દ્વારા વિશ્વનું સૌપ્રથમ અને એક માત્ર આઉટ પોસ્ટ સ્ટેશન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશલ મેડિસિન (જી.સી.ટી.એમ.) પણ જામનગરના ગોરધનપર ખાતે જ સ્થપાયું છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (આઇ.ટી.આર.એ.) દ્વારા ૧૫ રાષ્ટ્રીય અને ઓસ્ટ્રેલિયા, જાપાન, ફ્રાન્સ, અર્જેન્ટિના, બ્રાઝિલ, વગેરે આઠ દેશોની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરી વિશેષ શૈક્ષણિક અને બીન શૈક્ષણિક કાર્યો હાથ ધરાયા છે. આઇ.ટી.આર.એ. ખાતે સમૃધ્ધ અને અદ્યતન લાયબ્રેરી છે જેમાં ત્રીસ હજારથી વધુ પુસ્તકો અને પાચ હજારથી વધુ હસ્તપ્રતો(મેન્યુસ્ક્રિપ્ટ) ઉપલબ્ધ છે. અહીં એનીમલ હાઉસ પણ છે જ્યાં નિયત માનદંડોને અનુસરીને તબીબી અને ઔષધિય સંશોધનો કરવામાં આવે છે.
– પ્રો. ડૉ. તનુજા નેસરી, ડાયરેક્ટર આઇ.ટી.આર.એ.
INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/
FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો
