જામનગર શહેરના સંગમબાગની સામેના પટેલ પાર્ક વિસ્તારમાં આવેલ ગણેશ પાન & કોલ્ડ્રીંકસ નામની દુકાનમાં બપોરે ૧ વાગ્યા દરમિયાન ૨ અજાણ્યા શખ્સો દુકાન પર આવ્યા, પહેલા એક શખ્સ દુકાન પર આવ્યો ત્યારે દુકાન માલિક વસ્તુ લેવા માટે અંદર ગયા તે સમયનો ફાયદો ઉઠાવી એક અજાણ્યા શખ્સે બીજા શખ્સને ઇસારો કરી દુકાન તરફ આવવાનું કહ્યું, દુકાન માલિક ને બહાર આવવા વાર લાગતા, એક શખ્સે બીજા શખ્સે ચૂપ રહેવાનો ઇસારો કરી, દુકાન માંથી ફોન ચોરી કરી બીજા શખ્સને હાથમાં ફોન આપી દુકાનથી દૂર જતું રહેવા કહ્યું અને દુકાન માલિક બહાર આવતાની વેત શખ્સ નાસી છૂટ્યો.