તળાજા તાલુકાના ભેગાળી ગામમાં ખેત મજૂરી કરતા યુવાન તા.૨૧ ના રોજ ખોડાભાઈ પોપડભાઈ ડાભી ઘરે કોઈ કામ સર બહાર ગયેલ અને તેમની સાથે હાથબત્તી, સાદો મોબાઇલ, સરિયો સોટી સાથે લઈ ઘરે થી નીકળેલા તે પરત ન આવેલ ત્યાર બાદ મૃતકના ભાઈ દેવાભાઈ તથા પિતા પોપટભાઈ તેમની શોધ ખોળ શરૂ કરેલ પરંતુ મળેલ નહીં સવારે ૧૧.૦૦ વાગ્યની આસપાસ સરપંચ એ ગામમાં કહેડાવ્યું અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ આવ્યા બાદ મૃતકના પરિવારને જાણ થતાં બધા સભ્યો સ્થળ ઉપર ગયેલ અને ઓળખ કર્યા બાદ પોલીસ દ્વારા તાપસ શરૂ કરી પ્રાથમિક નજરે જ્યાં બોડી મળી છે તેની બાજુમાં આવેલ બુથાભાઈ સુખાભાઈ જેતાપરા ની વાડી માંથી ઢસડીને લાવવામાં આવી હોય તેવુ લાગી રહ્યું હતુ. મૃતક ની બેટરી પણ ત્યાથી મળી આવી છે.હાથે અને પગે ચોટ લાગ્યાના નિશાન છે. માથાના ભાગે અને પાછળ કાન માંથી લોહી નિકળેલું હતું.અને ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં પી.એમ થય ચૂક્યું છે. પરંતુ આગળ કાંઈજ કાર્યવાહી ના થઈ હોય તેથી વહેલી તકે આરોપી પકડાય તે માટે અખીલ ભારતીય કોળી સમાજના જુનાગઢ જીલ્લા મહિલા અધ્યક્ષ શ્રી. રિઘ્ઘીબેન મહેરીયા અને જગદીશ ભાઈ ચુડાશમા તથા રમેશભાઈ બાવળીયા દ્વાર જુનાગઢ એસ.પી. ને આવેદન પત્ર આપ્યુ.