બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગરની ટીમ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું અને બ્રહ્મદેવ સમાજ દ્વારા બ્રહ્મસમાજના સર્વાંગી વિકાસ બાબતે દસ મુદ્દાનો એજન્ડા બનાવવામાં આવ્યો તે બાબતે હાજર રહેલ સમસ્ત બ્રહ્મસમાજના લોકોને માહીતગાર કરવામાં આવ્યા.
આ ધાર્મિક કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી વસુબેન ત્રિવેદી- પૂર્વ રાજ્યમંત્રી, શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદી- ટ્રસ્ટી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ, શ્રી મિલનભાઈ શુક્લ- બ્રહ્મદેવ સમાજ ગુજરાત મહાસચિવ,શ્રી રાજનભાઈ જાની- ફાઉન્ડર તપોવન ફાઉન્ડેશન, શ્રી પરેશભાઈ જાની ટ્રસ્ટી તપોવન ફાઉન્ડેશન, શ્રી પ્રફુલભાઈ વાસુ- જિલ્લા પ્રમુખ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ, શ્રી મનહરભાઈ ત્રિવેદી- બ્રહ્મસમાજ અગ્રણી, કોર્પોરેટર – આશિષભાઈ જોષી, ડિમ્પલબેન રાવલ, તૃપ્તિબેન ખેતીયા, હરેશભાઈ ભટ્ટ, હેમાંગભાઈ ત્રિવેદી સહિતના સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો તેમજ ઉપસ્થિત રહ્યા હતા.
હોમાત્મક લઘુરૂદ્ર ધાર્મિક આયોજનને સફળ બનાવવા માટે બ્રહ્મદેવ સમાજ જામનગરની ટીમના અજયભાઈ જાની, કશ્યપભાઈ ઠાકર, કેતનભાઈ ભટ્ટ, જયદિપભાઈ રાવલ, જસ્મીનભાઈ વ્યાસ, જીતેન્દ્રભાઈ ભટ્ટ,હંસાબેન ત્રિવેદી, નયનાબેન ત્રિવેદી, અલ્પાબેન ભટ્ટ, દિપકભાઈ ભટ્ટ, બિપિનભાઈ અબોટી, રાજુભાઇ વ્યાસ, સમીરભાઈ જોષી, સુનિલભાઈ જોષી, જયેશભાઈ ત્રિવેદી, વિનયભાઈ મહેતા, સચિનભાઈ જોષી, પરેશભાઈ ઠાકર સહિતના વગેરે સભ્યો દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી.